સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th May 2021

જામકંડોરણા તાલુકાના ૪૧ માંથી ૩૮ ગામોમાં વિજ પુરવઠો પૂર્વવત

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૧૯ : જામકંડોરણા ના ૪૧ ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો આજે સાંજ સુધીમા ૩૮ ગામને વિજ પુરવઠો પુર્વવત કરાયો છે વાવાઝોડાના ભારે પવન ના પગલે ગોંડલ જામકંડોરણા આને ધોરાજી જામકંડોરણા રોડપર  તોતીંગ વૃક્ષો ઉખેડી ગયા હતા વહેલી સવારે માં જ જામકંડોરણાનું પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર ખંભેથી ખંભો મીલાવીને યુધ્ધ ના ધોરણે આ ધરાશય થયેલાં વૃક્ષોને જેસીબી મશીનથી રોડને ગણતરીના કલાકોમાં પુર્વવત કરાયો છે. જામકંડોરણા પોલીસ ની આ સરાહનીય કામગીરીને જામકંડોરણાના લોકોએ બીરદાવી હતી.વહીવટી તંત્ર સાથે જામકંડોરણા પોલીસ દ્વારા જામકંડોરણા પંથકમાં ૪૧૩ વ્યકિતને સલામત અને સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યા હતાં સ્કુલમાં સ્થળાંતર કરવામાં આવેલાં લોકોને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા સંચાલિત કન્યા છાત્રાલય દ્રારા ફ્રુટ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી મામલતદાર વિજયભાઈ મુળીયાસીયા ના માર્ગદર્શન હેઠળ સ્થાળાંતર થયેલાં લોકો ફ્રુટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

   છેલ્લા ૨૪ કલાક જામકંડોરણા કંટ્રોલ રૂમમાં જામકંડોરણાના મામલતદાર વિજયભાઈ મુળીયાસીયા તાલુકા પંચાયત કચેરીના  તાલુકા વિકાસ અધિકારી બગથરીયાભાઈ જીલ્લા પંચાયત કચેરીના આદેશ અનુસારીને લોકોના જાનમાલની સુરક્ષા અને વ્યવસ્થામા ફિલ્ડ વર્કમા જોડાયા હતા જામકંડોરણા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ જે.યુ ગોહીલ સહિત પુરા સ્ટાફે શાંતી સુરક્ષા અને સંયમથી લોકો પર આવેલી તોકતે વાવાઝોડાની આફતમા પોતાની સેવાઓ પૂરી પાડી હતી.

(11:40 am IST)