સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th May 2021

કોટડા પીઠામાં ત્રણ ઇંચઃ વાવાઝોડાથી ખેતરોને નુકશાનઃ વિજળી ગુલઃ બેનરો-હોર્ડીંગ્સ તુટી પડયા

કોટડાપીઠા તા. ૧૯: બાબરા તાલુકાનાં કોટડાપીઠા સહીતનાં ગ્રામ્ય પંથકમાં વાવાઝોડાનાં પગલે ભારે પવન સાથે ત્રણ ઇંચ વરસાદ પડેલ આ વાવાઝોડારૂપી કમોસમી વરસાદથી સૌથી વધુ નુકશાન ઘાસચારો નાશ પામતા પશુપાલકોને થઇ છે. તેમજ ખેડુતોને ઉનાળુ મોલ જેવા કે તલી, મગ, બાજરી વગેરે પાકોને ભારે નુકશાન થયેલ છે, વીજપોલ પડી જવા, વીજવાયર ભેગા થવાનાં બનાવો બનેલ છે. વીજ પુરવઠો ગુલ થયેલ છે. દુકાનોનાં બોર્ડ, હોર્ડીંઝ વૃક્ષો ભારે પવનને કારણે ઉડયા હતા. વાવાઝોડાને લીધે વૃક્ષોમાં રહેતા પક્ષીઓ, ચકલીઓનાં મોત થયા છે. આ વાવાઝોડાએ કોટડાપીઠા આજુબાજુ ગામડામાં પણ ખેડુતોના ઉનાળુ પાક તલી, મગ, બાજરીને વ્યાપક નુકશાન થયેલ છે.

વીજ પુરવઠો ગુલ થવાથી લોકોને પાણીની સમસ્યા ત્થા અનાજ દળવાની ઘંટી બંધ રહેતા રોજે રોજનું ખાનાર વર્ગ મુશ્કેલીમાં મુકાયા, તો જી.ઇ.બી. બાબરા વહેલી તકે વીજ પુરવઠો પુર્વવત ચાલુ કરે તેવી લોકોની માંગણી છે.

(11:32 am IST)