સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th May 2021

વાંકાનેરથી કણકોટ-કુવાડવા સુધીનો રસ્તો અતિ બિસ્મારઃ મોટા ગાબડાઃ અકસ્માતનો ભય

વાંકાનેર, તા.૧૯: વાંકાનેરથી રાજકોટ જવા માટેનો મુખ્ય એવો વાંકાનેર-કુવાડવા રોડમાં થોડા મહીના પહેલા માર્ગ મકાન રોડ રસ્તા વિભાગે સમયસર ફાટકથી કણકોટ નજીક કલાવડીની હદ સુધી પહોળો અને સરસ રોડ બનાવ્યો છે પરંતુ કણકોટ ગામથી કુવાડવા ચોકડી સુધીનાં રોડ ઉપર પહેલા મોટા મોટા ખાડાથી પ્રજાજનો ત્રાહીમામ પોકારી ગયા છે.

કણકોટથી કુવાડવા વચ્ચે મોટો ખાડો આવી જાય તે નક્કી નો કહેવાય અજાણ્યા વાહનચાલકો તો આ ખાડામાંથી વાહન ચાલી જાય તો ગભરાટ અનુભવતા જોવા મળે છે જયારે કાયમ આ રોડ ઉપરથી ચાલતા વાહનો આ દોઢથી બે મીટર પહોળા અને અડધો - પોણો ફુટ ઉંઠા ખાડાઓ તારવવા જતા અનેક વખત નાના-મોટા અકસ્માતો પણ થાય છે.

કણકોટ ગામથી આગળ જયા નવો રોડ પુરો થતા જ જુના રોડ ઉપર પ્રથમ નાલા પાસે તેમ જ કણકોટ ગામના બોડથી આગળ જતા મામાદેવની જગ્યા પાસેના નાલા પાસે એક થી દોઢડ મીટરની પહોળાયવાળા અને અડધો પોણો ફુટ ઉંડા ખાડા રોડની વચોવચ પડેલા છે. રોડની બંને સાઇડના ભાગે પણ મોટી કડ પડી જતા વાહનો પલ્ટી મારી જવાનો ભય પણ તોળાય રહયો છે.

વાંકાનેરથી રાજકોટને જોડતો આ મુખ્ય રોડ હોય આ રોડ ઉપરથી દરરોજ નાના-મોટા હજારો વાહનો પસાર થઇ રહયા છે. જેમાં પ્રજાના મતથી વ્જિેતા બનેલા ઘણા રાજકીય અગ્રણીઓ પણ આ રોડ પરથી જ પસાર થતા હશે પરંતુ આ રોડ બાબતે આંખ આડા કાન કરે છે કે શું? તેવો સવાલ પ્રજામાંથી ઉડી રહયો છે.

અગત્યના આ મુખ્ય માર્ગ ઉપરથી વાંકાનેરથી રાજકોટ રીફર થતા બીમાર દર્દીઓ સાથેની એમ્બ્યુલંશ અને ૧૦૮માં જે દર્દીઓ યાતના ભોગવે છે. તેને પુછો તો આ રોડનું વર્ણનની ખબર પડે.

સરકારી અધીકારીઓ પણ આ રોડ ઉપરથી વાહનમાં પસાર થતા હશે પણ તેને પણ રોડ પરના આ મોટા મોટા ખાડા દેખાતા નહી હોય કે પછી તેરી ભી ચુપ મેરી ભી ચુપ કણકોટથી પીપરડી સુધીમાં પણ અનેક મોટા ખાડાઓ આવે છે, બે વાહનો સામસામે આવતા હોય ત્યારે ભુલેચુકે પણ ખાડો તારવવાનો જો પ્રયાસ થઇ જાય તો મોટો અકસ્માત થાય.

મોટા મોટા શહેરોમાં નવા રોડ પણ બને છે અને ખાડાઓ પણ ડામરથી બુરવામાં આવે છે ત્યારે શું નાના શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને આ રોડથી પડતી હાલાકી ભર્યા ખાડાઓ ડામર રોડથી મઢાશે કે પછી પ્રજાએ સહન જ કરવાનું છે? કોઇ મોટો અકસ્માત થાય કે કોઇનો લાડકવાયો નંદવાય જાય તે પહેલા આ રોડ ઉપર તાકીદે ખાડાઓ બુરી નવો ડામર રોડ બનાવવામાં આવે તેવી પ્રજામાંથી માંગ ઉઠી રહી છે.

(11:26 am IST)