સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th May 2021

કોરોનાના કારણે ગોળના ધંધાની 'મીઠાસ' ઘટીઃ મોસમ પૂરીઃ શેરડીનું વાવેતર

રાજકોટ જિલ્લાના અગ્રગણ્ય ગોળ ઉત્પાદક કોટડાસાંગાણી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન સુરેશભાઇ લુણાગરીયાના કોટડા ખાતેના ગોળ ઉત્પાદન કેન્દ્રની તસ્વીર.

રાજકોટ તા. ૧૭ :.. વિશ્વ વ્યાપી કોરોનાએ અર્થતંત્રને હચમચાવી નાખ્યુ છે. કોરોનાની વિપરીત અસરથી ગોળ ઉત્પાદન અને વેપાર ક્ષેત્ર પણ બાકાત નથી આ વર્ષે ગયા વર્ષની જેમ ગોળના ધંધામાં મીઠાસ ઘટી છે.

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે સરદાર ફાર્મ નામે શેરડીમાંથી ગોળ બનાવવાનો કારોબાર ધરાવતા રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (ડેરી)ના ડીરેકટર (મો. ૯૪ર૭ર પપ૪૬૦) શ્રી સુરેશભાઇ લુણાગરીયાના જણાવ્યા મુજબ મકરસંક્રાંતિ આસપાસથી  ગોળ ઉત્પાદનની મોસમના મંડાણ થાય છે અને ચોમાસા પૂર્વ પૂરી થાય છે. હવે ગોળના અખેડા (ઉત્પાદન કેન્દ્રો) બંધ થવા લાગ્યા છે. ખેડૂતો આવતા વર્ષ માટે શેરડીની વાવણી કરવા લાગ્યા છે. આવતા જાન્યુઆરીમાં ફરી ગોળ બનાવવાનું શરૂ થશે.સુરેશભાઇ લુણાગરીયાના કહેવા મુજબ આ વર્ષે કોરોના, શહેરોમાં આંશિક લોકડાઉન મંદી વગેરે કારણોસર ગોળની ઘરાકી ઘણી ઘટી છે. અહીંના ગોળ દેશ-વિદેશમાં વખણાય છે. અમે શ્રધ્ધાપૂર્વક શાસ્ત્રાંકત વિધી કરીને ગોળ બનાવવાની શરૂઆત કરીએ છીએ. ઉપદ્રવ થતો નથી. દેશી ગોળ બનાવતી વખતે તેમાં શુધ્ધ ઘી, સુકામેવાનો ભૂકકો વગેરે ઉમેરીને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. અમારે ત્યાં બનતા ગોળમાં ગુણવતાની બાબતમાં કોઇ બાંધછોડ કરવામાં આવતી નથી.

(11:21 am IST)