સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th May 2019

મોરબીના સિરામિક ઉદ્યોગને કોલગેસના નામે હેરાન કરવાનું બંધ કરો : બ્રિજેશ મેરજા

મોરબી: હાલ સિરામિક ઉદ્યોગ મંદિનો મારે સામનો કરી રહ્યો છે. તેવા સમયે ગુજરાત પ્રદૂષણ બોર્ડ એ ઉદ્યોગકારોને મુશ્કેલીમાં મૂકી દીધા હોવાનો આક્ષેપ ધારાસભ્ય બ્રિજેશ મિર્ઝાએ કર્યો છે. કોલગેસ ના નામે પ્રદૂષણ ફેલાવનાર સીરામીક એકમને કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે આવી નિતી બંધ કરી ચારેબાજુથી ફસાયેલા સિરામિક ઉદ્યોગોને કેવા પગલાં ભરવા જોઇએ તે અંગે સરકાર ગંભીરતા લે તેવું ધારાસભ્યએ ટકોર કરી છે. 

 ધારાસભ્ય બ્રિજેશ મિર્ઝાએ જણાવ્યું કે એક બાજુ સિરામિક ઉદ્યોગ મંદીમાંથી બહાર નીકળવા માટે રીતસર જજુમી રહ્યો છે. ત્યારે બીજી તરફ કોલગેસના નામે સરકારના ઇશારે ગુજરાત પ્રદૂષણ બોર્ડ સિરામિક ઉદ્યોગને હેરાન કરતું હોવાથી સરકારની આવી નિતી  સિરામિક ઉદ્યોગ માટે પડ્યા પર પાટું સમાન છે.જો  આવી જ નીતિ થઇ રહી તો સિરામિક ઉદ્યોગ ખતમ થઇ જશે અને લાખો મજૂરોની  રોજીરોટી છીનવાઇ જશે. 

 બ્રિજેશ મિર્ઝાએ વધુમાં જણાવ્યું કે ઔદ્યોગિક યુનિટો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઈડ લાઈન મુજબ ગેસીફાયર ઇંધણ તરીકે વાપરતા હતા.તેમને એટલે કે 513 જેટલા ઔદ્યોગિક એકમોને ખુદ પ્રદૂષણ બોર્ડ આવી મંજૂરી આપી હતી એવી માહિતી છે.પણ હવે જ્યારે ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ મુજબ ગેસીફાયર ન વાપરી શકતા આ સિરામિક એકમોને સસ્તો ગેસ પૂરો પાડવાને બદલે રાજ્ય સરકારનું જાહેર સાહસ એવું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંદાજે 568 જેટલા સિરામિક ઔદ્યોગિક એકમો પાસેથી કરોડો નો હિસાબ વસૂલે છે. 

સાથે જ તેમને કહ્યું કે જીએસટી સિરામિક ઉદ્યોગમાં વપરાતાં કોલ ગેસના વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો તેથી હવે તમામ સીરામીક કોલગેસના પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. એક બાજુ સિરામિક ઉદ્યોગ જીએસટીના મોટા સ્લેબ સામે ટકી રહેવા માટે જજુમે છે. નોટબંધીથી  પાયમાલ થઈ ગયેલો આ ઉદ્યોગ હવે માંડ બેઠો થઇ રહ્યો છે તેવા સંજોગોમાં હવે ગેસીફાયરના નામ દંડનો ડામ દેવો એ મોરબી પંથકની આર્થિક આબાદીને હંમેશા માટે મિટાવી  દેવાની સુયોજિત સાજિસ  સાબિત થઇ શકે તેવો ભય વ્યક્ત કર્યો છે.

(11:10 am IST)