સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th May 2019

પાલીતાણાનાં ગાયત્રીનગરમાંથી ઇગ્લીંશ દારૂને વેપલાનો પર્દાફાશ :126 બોટલ સાથે માલદેવસિંહ ગોહિલ ઝડપાયો

પાલીતાણાના ગાયત્રીનગરમાં ઈંગ્લીશ દારૂના વેપલાનો પર્દાફાશ થયો છે પોલીસે 126 દારૂની બોટલ સાથે માલદેવસિંહ ગોહિલને ઝડપી લીધો છે

 આ અંગે મળતી વિગત મુજબ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી આઈ રાજેન્દ્રસિંહ ચૂડાસમા તેમજ ડી સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ગારીયાધાર રોડ પર આવેલ જય ઢોરાવાળી પાન હાઉસમા કોઈ માલદેવસિહ ગોહિલ નામનો વ્યકિત ઈગલીશ દારૂ નો વેપાર કરે છે તે માહીતી મળતા ઈન્ચાર્જ પી આઈ રાજેન્દ્રસિંહ ચૂડાસમા તેમજ ડી સ્ટાફ સહિતે જય ઢોરાવાળી પાનની દૂકાને તપાસ કરતા તેમની દૂકાન અને તેમના રહેણાંકીય મકાન પુનમ પાક ના જમણી બાજુ ના રૂમમાથી ઈગલીશ દારૂની બોટલ નંગ ૧૨૬ એક બોટલ ની કીમત રૂ ૪૦૦ કૂલ ૫૦૪૦૦ ના મુદ્દા માલ સાથે માલદેવસિહ કિશોરસિંહ ગોહીલ નામના શખ્સને જડપી પાડી પ્રોહીબેશન નો ગૂનો દાખલ કરી આરોપી ને લોકપ હવાલે કરાયો હતો.

(10:28 pm IST)