સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th May 2019

જૂનાગઢમાં લોહાણા યુવક ની છરીના ઘા મારીને હત્યા: રિકવરીના પૈસા ઉઘરાવવા જતા રવિ સહિત ના બે ભાઈઓ ઉપર તૂટી પડ્યા: એક ભાઈને ગંભીર હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડાયો

વિનુ જોષી દ્વારા જૂનાગઢ જૂનાગઢ શહેરમાં આજે સાંજે લોહાણા યુવક ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતારતા સનસનાટી મચી ગઇ છે

પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢના તિરુપતિ એપાર્ટમેન્ટ મારે તા ચિરાગ અશોકભાઈ વિઠલાણી અને હાર્દિક અશોકભાઈ વિઠલાણી નામના બે ભાઈઓ ઉપર રવિ સંજયભાઈ સહિતનાએ એચડીએફસી બેંકની રિકવરી મુદ્દે હુમલો કર્યો હતો આ ઘટનાનો ખાર રાખીને ચિરાગ અને હાર્દિક ઉપર રવિ સંજયભાઈ સહિતના શખ્સો છરી પાઇપ સાથે તૂટી પડ્યા હતા જેમાં હાર્દિક વિઠલાણી નું મોત થયું હતું જ્યારે તેમના ભાઈ ચિરાગ ને સારવાર માટે રાજકોટ ખસેડેલ છે આ બનાવથી લોહાણા સમાજમાં ભારે રોષ છવાયો છે હત્યા કરનારા ને કડક સજા કરવા માંગ ઉઠી છે

(11:14 pm IST)