સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th May 2018

ભાવનગર જીલ્લામાં જમીન સંપાદનમાં પોલીસ દમનના વિરોધમાં આવેદન

ભાવનગર, તા. ૧૯ : ભાવનગર અને ઘોઘા તાલુકાના બાર ગામની જમીન સંપાદન મામલે ચાલતા આંદોલનના ભાગરૂપે રવિવારે યોજાયેલ રેલીમાં ઘર્ષણ બાદ પોલીસ દમન અને પ્રશાસનની સરમુખત્યારશાહી જેવી નીતિના વિરોધમાં ખેડૂત સમાજની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ઘોઘા તાલુકા ખેડુત સમાજની આગેવાની હેઠળ બાડી, પડવા સહિતના ગામના ખેડૂત આગેવાનો જિલ્લા કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતાં અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આવેદનપત્ર પાઠવવા અંગે ખેડૂત આગેવાને માહિતી આપી હતી.

જમીન સપાદન મામલે શાંતપૂર્ણ રીતે આંદોલન ચાલી રહ્યું હોવા છતાં રવિવારની ઘટના અને તંત્ર દ્વારા ખેડૂતોને ધમકાવવા મામલે આગેવાનો દ્વારા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

(11:48 am IST)