સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th April 2021

પથારીઓ ભરાય ગઈ હોવાથી હવે અન્ય જિલ્લાના દર્દીઓ જામનગર ન આવવા વિનંતી : અમેં દિલગીર છીએ :જામનગર ક્લેકટરની બીજા જિલ્લાઓમાંથી આવતા દર્દીઓને લાગણીસભર અપીલ

હોસ્પિટલમાં 2000 થી વધુ દર્દીઓ છે, કે જે હોસ્પિટલ 1232 દર્દીઓ માટે જ રચાયેલ છે 60 થી વધુ એમ્બ્યુલન્સ હોસ્પિટલની બહાર પ્રતીક્ષામાં છે: કૃપા કરીને અમારો સહયોગ કરજો

જામનગર ક્લેકટરની બીજા જિલ્લાઓમાંથી આવતા દર્દીઓને લાગણીસભર અપીલ કરાઈ, તેમને જણાવ્યું છે કે "પથારીઓ ભરાય ગઈ હોવાથી હવે અન્ય જિલ્લાના દર્દીઓ જામનગર ન આવવા વિનંતી કરીએ છીએ. અમેં દિલગીર છીએ. અમારી પાસે હોસ્પિટલમાં 2000 થી વધુ દર્દીઓ છે, કે જે હોસ્પિટલ 1232 દર્દીઓ માટે જ રચાયેલ છે. 60 થી વધુ એમ્બ્યુલન્સ હોસ્પિટલની બહાર પ્રતીક્ષામાં છે જેમને દાખલ અમે કરી શકતા નથી. દર 3-5 મિનિટમાં એક એમ્બ્યુલન્સ મોરબી અને રાજકોટથી આવી રહી છે. એકવાર અમારી વધુ સુવિધા તૈયાર થઈ જાય પછી જ અમે હવે નવા દર્દીઓને પ્રવેશ આપી શકીશું. નવી સુવિધા બનતા ઓછામાં ઓછા 4 દિવસ લેશે. કૃપા કરીને અમારો સહયોગ કરજો."

(7:22 pm IST)