સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th April 2021

નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ડર કે આગે જીત હૈ:

પૌષ્ટિક ભોજન અને પુરતી ઉંઘ લો અને કોરાનાથી દુર રહો- જાડેજા પ્રકાશસિંહ ગોડજી: કોરોના મુકત થઇ રસીકરણ કરાવી સ્વસ્થતાપૂર્વક ફરજ બજાવતા પ્રકાશસિંહ જાડેજા

ભુજ :હોસ્પિટલમાં ચા ની પેન્ટ્રી ચલાવું છું આથી જાણતા અજાણતાં કયાંક કોરોનાથી સંક્રમિત થઇ ગયો હતો અને પરિવારના ત્રણ સભ્યોએ કોવીડ-૧૯ની લડાઇ લડે

 ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ૨૦૦૨થી ઓફીસ આસી.ની ફરજ બજાવતા અને હાલે અહીં જ ગ્લોબલ હોસ્પિટલમાં ચા ની પેન્ટ્રી ચલાવતાં ૪૪ વર્ષીય પ્રકાશસિંહ જાડેજા સપ્ટેમ્બર ૨૦૨૦માં કોવીડ-૧૯થી સંક્રમિત થયા હતા. ૧૪ દિવસ તેમને હોમ કવોરેન્ટાઇન રહી કોરાનાને મ્હાત આપી હતી અને તાજેતરમાં જ તેમણે રસીના બે ડોઝ પુરા કર્યા છે.

હોસ્પિટલમાં પ્રવર્તમાન સ્થિતિમાં થાકેલા કે સારવારથી ફ્રેશ થવા ઈચ્છતા મેડિકલ પેરા મેડિકલ સ્ટાફને ગરમાગરમ ચા કોફી આપી સ્ફ્રૂતિમાં લાવતાં જાડેજાભાઇ જણાવ છે કે મને કોરોના થયો ત્યારે મારા ૭૦ વર્ષીય પિતાજી પણ સંક્રમિત થયેલા અને વેન્ટિલેટર પર તે જીંદગી હારી ગયા.... હોસ્પિટલનો તમામ સ્ટાફ તેમની સારવારમાં ખડેપગે હતો પણ હોમ કવોરેન્ટાઇન હોવાના કારણે અંતિમ ક્ષણોમાં બાપુજીની સેવા ના કરીને શકયા કે ના તેમના અંતિમ દર્શન થઇ શકયા તેનો વસોવસો જીવનભર રહેશે..... આજે પણ એ દિવસ યાદ આવતાં મારા રુંવાડા ઉભા થઇ જાય છે કે ઈશ્વર કોઇને કોરોના ના કરે.

 સંવેદનસભર થઇ તે વધુમાં જણાવે છે કે, દરેકને કહું છં કે સરકારી સૂચવેલી ગાઇડલાઇનનું અચૂક પાલન કરો. મેં નિયમિત દવાનો કોર્સ, પૌષ્ટિક આહાર અને પુરતી ઉંઘ લઇ તેમજ તણાવમુકત જીવન શૈલી અમલમાં મૂકી કોરાનાને મ્હાત આપી હતી. તાજેતરમાં કોવીડ-૧૯ ની બે રસીના ડોઝ લઇ લીધા છે સંપૂર્ણ સ્વસ્થ છું અને દરેકને કહું છું. માસ્ક પહેરો, સલામત અંતર જાળવો, પુરતી ઉંધ લો તેમજ તણાવમુકત હળવી જીવન શૈલી અપનાવો કોરોના કોસો દુર રહેશે.

ભય ઉત્પન્ન કરે તેવું વાંચવું કે જોવું નહીં. સતત ટી.વી. કે મોબાઇલ સાથે જોડાયેલા ના રહો. વાંચો નવી રમતો પરિવાર, સ્વજનો સાથે રમો અને સ્વસ્થ રહો.

(7:18 pm IST)