સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th April 2021

ખંભાળીયાઃ પોલીસની નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે ૩.પ૦ લાખની છે

તરપીંડી કજુરડાના જીજ્ઞેશ આરંભડીયા નામના શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો

ખંભાળીયા તા. ૧૯ : ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામના યુવક સાથે પોલીસની નોકરી આપવાની લાલચ આપી ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી રૂ.૩.પ૦ લાખની છેતરપીંડી કર્યાની ખંભાળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામે રહેતા કુમારસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.ર૪) નામના યુવકે ખંભાળિયા પોલીસમાં કજુરડા ગામે રહેતાં જીજ્ઞેશ આરંભડીયા નામના શખ્સ સાથે છેતરપીંડીની ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

ફરીયાદમાં જણાવ્યું કે, જીજ્ઞેશ આરંભડીયાએ મને પોલીસ તરીકે નોકરી અપાવી દેવાની લાલચ આપી કટકે કટકે રૂ.૩,પ૦,૦૦૦ પડાવી લઇ ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કરી છે બનાવ અંગે ખંભાળિયા પી.એસ.આઇ. પી.એ.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

(1:02 pm IST)