સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th April 2021

ધોરાજીના યુવાને ભાદર-ર ના પુલ પરથી મોતની છલાંગ લગાવી

ધોરાજીઃ બહારપુરા વણકર વાસમાં રહેતા સેન્ટીંગનું કામ કરતા યુવાન કમલેશભાઇ સામજીભાઇ વિજુડા ઉ.વ. રપ વાળો જામકંડોરણા રોડ પર આવેલ ભાદર-રના પુલ પર બાઇક રાખી પુલ પરથી કુદકો મારેલ અને બાદમાં વેગડીના ગામજનોએ બાઇકના નંબરના આધારે જાણ કરેલ જાણ થતાં નગરપાલીકાના પ્રમુખ ડી. એલ. ભાયા માજી નગર સેવક કાન્તીભાઇ સોંદરવા અને ફાયરની ટીમો અને પોલીસ સહિતના લોકોએ મહેનત કરેલ અને આજે સવારે ભાદર-ર નદીમાં ડેડ બોડી તરતી હોવાના સમાચાર મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ. (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા)

(12:50 pm IST)