સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th April 2021

સુરેન્દ્રનગર -લીંબડીમાં સ્વૈચ્છીક લોકડાઉન : દુકાનો ખુલ્લી રાખનારને ૩ હજારનો દંડ

કોરોના મહામારીથી બચવા માટે વેપારીઓ દ્વારા અડધા દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૯: સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વિસ્ફોટ થયો હોઇ તેમ હોસ્પિટલો ઉભરાઇ રહી છે ત્યારે શહેરના વેપારીઓએ કોરોના સંક્રમણ અટકાવવા માટે દરેક વેપારી એશોસિએશન આગળ આવી અને સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે અને કોઇ વેપારી આ નિર્ણય ઉપરવટ જઈ અને ધંધો કે દુકાન ચાલુ રાખે તો તેને રૂપીયા ૩૦૦૦ હજારનો દંડ આપી અને આ રકમ ગાયોના ઘાસચારા માટે વાપરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લીંબડી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કસો સતત વધી રહ્યાં છે ત્યારે બીજી બાજુ લીંબડી તાલુકામાં કોરોના વાયરસથી લોકોના મોતનો આંક પણ ખુબ જ વધી રહ્યો છે ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ રોકવા અને ચેઈન તોડવા અગાઉ વિવિધ વેપારી એસોશીએસન દ્વારા બેઠક યોજી ૭ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું જેને પગલે લીંબડી શહેરની તમામ દુકાનો અને બજારો ૭ દિવસથી બંધ જોવા મળી હતી. પરંતુ તેમ છતાંય લીંબડી તાલુકામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં ખાસ ફરક પડયો નહોતો અને સંક્રમણ વધી રહ્યું હતું.

જેને ધ્યાને લઈ પ્રથમ સ્વૈચ્છિક લોકડાઉનના અંતિમ દિવસે લીંબડી સેવા સદન ખાતે પાલિકા પ્રમુખ, ઉપ-પ્રમુખ સહિત ડેપ્યુટી કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓ તેમજ વિવિધ વેપારી એસોશીએસનના હોદ્દેદારો અને આગેવાનોની ફરી બેઠક યોજાઈ હતી. જેમાં સર્વાનુમત્ત્।ે વધુ ૭ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને પગલે આજથી આગામી તા.૨૫ એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લંબાવી લીંબડી શહેરની તમામ દુકાનો અને બજારો તેમજ ધંધાઓ બંધ રાખવાનો સર્વાનુમત્ત્।ે નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ સ્વૈચ્છિક લોકડાઉન દરમ્યાન વેપારીઓ અને દુકાનદારો પોતાનો ધંધો અને રોજગાર બંધ રાખી અન્ય લોકોને સાવચેત કરી કોરોના વેકસીન લેવા આહવાન કરશે આમ લીંબડી શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા વેપારીઓ દ્વારા વધુ ૭ દિવસનું લોકડાઉનનો નિર્ણય લેવાતા આજથી લીંબડી શહેરની બજારો ફરી ૭ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન પાળશે. (૨૨.૧૮)

(12:06 pm IST)