સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th April 2020

મહારાષ્ટ્રથી માંગરોળ દરિયાઇ માર્ગે આવેલા પ૪ લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા : જુનાગઢમાં કોરોનાનો એક પણ કેસ પોઝીટીવ નથી ત્યારે ચિંતામાં વધારો થતા તંત્ર એલર્ટ

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓ એવા પણ છે જ્યાં હજુ સુધી કોરોના પહોંચ્યો નથી. તેમાંનો એક એવા જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોનાનો પગપેસરો જોવા મળ્યો નથી. જો કે જિલ્લાના માંગરોળ બંદર પર દરિયાઇ માર્ગે મહારાષ્ટ્રથી આવેલા 54 લોકોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. જો કે હાલ આ 54 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને કોરોનાના વધતા કહેરને લઇને લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ છે તેમ છતાં લોકો બહાર નીકળી રહ્યાં છે ત્યારે માંગરોળ બંદર પર આવેલા 54 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે જિલ્લાઓમાં હાલ કોરોનાનો એક પણ કિસ્સો નથી તેમાં જૂનાગઢનું પણ નામ છે. આમ હાલ જૂનાગઢમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નથી. ત્યારે દેશમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસો મહારાષ્ટ્રમાં હોય ત્યારે ત્યાંથી આવેલા 54 લોકોને લઇને તંત્રની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.

(11:43 am IST)