સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th April 2018

ભાવનગરના અગીયાળીના વૃદ્ધ ખેડૂતનું 'લૂ' લાગવાથી મોત

લઘુતમ અને મહત્તમ તાપમાનમાં એકધારો વધારો થતા ગરમીથી લોકો ત્રાહીમામ

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને લઘુતમ તથા મહત્તમ તાપમાનમાં એકધારો વધારો થઇ રહ્યો છે.

ધોમધખતા તાપમાન ભાવનગર પંથકમાં 'લૂ' લાગવાથી એક ખેડૂતનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં ગરમીની લૂ લાગતા ચક્કર આવતા પડી જતા વાડીમાં કામ કરતા ખેડૂતનું મોત નિપજયું છે. ગોહિલવાડ પંથકમાં મધ્યમ તાપમાને ૪૦ ડીગ્રી પાર કરતા કાળઝાળ ગરમીના પ્રકોપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે અને જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યું છે. દરમ્યાન ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના અગીયાળી ગામે વાડીમાં તડકામાં કામ કર્યા બાદ ચક્કર આવતા પડી જતા આ ગામના માવજીભાઇ જટાશંકર ખાંભલીયા ઉ.વ. ૬પનું મોત નિપજયું હતું.

આજે ભાવનગર શહેરનું મધ્ય તાપમાન ૪૦.૩ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૬.૧ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૭ ટકા અને પવનની ઝડપ ૮ કિ.મી. પ્રતિકલાકની રહી હતી.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩૭.પ મહત્તમ, રપ.પ લઘુતમ, ૭ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૯.૭ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડ રહી હતી. (૮.૭)

(11:40 am IST)