મોરબીમાં 14 વર્ષ પહેલા મહિલાઓ વચ્ચેની મારામારીના કેસમાં બંને મહિલાઓને છ મહિનાની સજા અને 500નો દંડ
મોરબીમાં 14 વર્ષ પહેલા મહિલાઓ વચ્ચે થયેલી મારામારી કેસમાં કોર્ટે બંને આરોપી મહિલાને કોર્ટે છ માસની સજા અને ૫૦૦-૫૦૦ રૂપિયા દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.
કેસની વિગત મુજબ ફરિયાદી અમૃતબેન ઈશ્વરલાલ રાઠોડ નામની મહિલા તા.૨૮-૧૨-૦૪ ના રોજ માધાપરના ઝાપા પાસે શાકભાજી લેવા ગયા હોય ત્યારે નાથીબેન ગોકળ અને વિજુબેન રતિલાલ કોળી એ બંને મહિલાઓ તેની પાસે આવીને તારા દીકરાએ અમારા વિરુદ્ધ ફરિયાદ કરેલ છે તેમ કહી ગાળો આપી હતી અને અમૃતબેનને ઢીકા પાટું માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
જે મામલે મોરબી કોર્ટમાં કેસ ચાલી જતા આજે એ.એચ.દવેની કોર્ટે બંને આરોપી મહિલાઓને આઈપીસી ૩૨૩ અને ૧૧૪ ના કેસમાં તકસીરવાન ઠેરવી છ માસની સજા અને ૫૦૦-૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ આર.એ. ગોરી રોકાયેલા હતા.