સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

જોડીયાના બાદનપરમાં રેતીચોરી ઝડપાઇઃ ૧૭ ડમ્પર-જેસીબી-ર ટ્રેકટર જપ્ત

 જામનગર, તા., ૧૯: જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના બાદનપરમાં રેતી ચોરી કરનારા સામે તંત્ર ત્રાટકયું છે અને આશરે એકાદ કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર જીલ્લાના જોડીયા તાલુકાનાં બાદનપરમાં મોટા પાયે રેતી ચોરી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી આજે વહેલી સવારે એએસપી સહિતનો પોલીસ કાફલો બાદનપર ગામે ત્રાટકયો હતો.

જયાંથી પોલીસે ૧૭  ડમ્પર, ર ટ્રેકટર  અને એક જેસીબી ઝડપી પાડયા છે રેતી ચોરીનો આંક એકાદ કરોડ આસપાસ હોવાની શકયતા છે.

(3:56 pm IST)