સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

જૂનાગઢમાં તમંચા સાથે બુટલેગરને ઝડપી લેતી જિલ્લા એસ.ઓ.જી પોલીસ ટીમ

( વિનુ જોષી દ્વારા) જુનાગઢ:: પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ વિભાગના સુભાષ ત્રિવેદી ની સુચનાથી પોલીસ અધિક્ષક સૌરભ સિંહ ના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણી અનુસંધાને અસામાજિક પ્રવૃત્તિ ને નાબુદ કરવા તથા ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાળા અને સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન જૂનાગઢને નીચલા દાતાર પાસેથી અગાઉ મારામારી તથા દારૂના કેસમાં પકડાયેલ નામચીન બૂટલેગર નોમાનખાન નાસીરખાન પઠાણ ઉંમર વર્ષ 26 રહે જુનાગઢ મતવા વાડ વાળાની દેશી તમંચો રૂપિયા 5,000 સાથે ઝડપી પાડેલ છે આ કામગીરી એસ.ઓ.જી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાળા પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ વી કુવાડીયા પી એમ ભરાઈ વી કે ચાવડા રાજુભાઈ ઉપાધ્યાય મજીદ ખાન અનિરુદ્ધસિંહ મહેન્દ્રભાઈ ડેર ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ તથા જયેશભાઈ સહિતના સ્ટાફે કરી હતી

(2:47 pm IST)