સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

ઝાંઝમેરના દરિયા કિનારે લટાર મારતી સિંહણનો વિડિઓ વાયરલ

સ્થાનિક લોકો સાવજ પ્રેમીઓ ગેલમાં: વનવિભાગ એલર્ટ રહી સ્થાનિક લોકોને સાવજ દીપડા નુકશાન ન પહોંચાડે તેવી લાગણી

બૃહદ ગીર એવા તળાજાતાલુકાના છેવાડે દરિયા કિનારે મેથળાનું જંગલ આવેલ છે. વર્ષો થી અહીં સાવજ દીપડા નો વસવાટ છે. છેલ્લા છએક માસ થી બે નર અને એક માદા સિંહ રહેછે.

તેમાની સિંહણ ઝાંઝમેરનો નયન રમ્ય જયાં અનેક પર્યટકો આવેછે તેવા દરિયા કિનારે લટાર મારવા નીકળી હતી.એ સમયે સ્થાનિક લોકો હાજર હોય ગીરના બદલે ઘર આંગણેજ સિંહ દર્શન થતા ગેલમાં આવી મોબાઈલ માં વિડિઓ ઉતારી વાયરલ કરેલ. છેલા બે દિવસથી આ વિડીઓ વાયરલ થયો

આ બાબતે વન વિભાગના આરએફઓ મુકેશ વાઘેલા એ જણાવ્યું હતુંકે પોતે વાયરલ થયેલ વિડિઓથી વાકેફ છે. તે બાબતે તપાસ કરતા ઝાંઝમેરના નાના મોટા ભેંસલા દાદાની વચ્ચે આવેલ જગ્યાનો આ વિડિઓ હોવાનંુ અને અહીંથી બસો મીટર જંગલ દૂર હોય સિંહણ આવી હોવાનંુ જણાવ્યું હતું.

વિડિઓ વાયરલ થતા સાવજ પ્રેમીઓ ગેલમાં આવી ગયા હતા. તો અહીં ખેતર વાડીમાં વસવાટ કરતા રહીશોમાં સાવજના વધતા ંઆટા ફેરાને લઈ ફફડાટ ફેલાયો છે.

લોકોની માગ છેકે વનવિભાગ એલર્ટ રહે સાવજ દીપડા રેવન્યૂ વિસ્તારમાં આવી નુકશાન ન પહોંચાડે તે જરૂરી છે.

(11:43 am IST)