સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

ગોંડલમાં દિયરના પ્રેમ લગ્નનો ખાર રાખી ભાભી પર નિર્લજ્જ હૂમલો

દેરાણીના બન્ને ભાઇઓ અક્ષય અને જયેશ ભુવાની ધરપકડ

રાજકોટ તા. ૧૯ :.. ગોંડલમાં દિયરના પ્રેમલગ્નનો ખાર રાખી ભાભી પર દેરાણીના બન્ને ભાઇઓએ નિર્લજ્જ હૂમલો કરી લાકડીથી માર મારતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલ ભોજરાજપરા શેરી નં. ર૪-૧૧ માં રહેતા રીટાબેન ભરતભાઇ પિત્રોડાએ અક્ષય લાલજીભાઇ તથા જયેશ લાલજીભાઇ ભુવા સામે સીટી પોલીસમાં ફરીયાદ કરી ડે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના દિયર મનોજભાઇ તથા શ્રધ્ધાબેન લાલજીભાઇએ પ્રેમલગ્ન કરેલ હોય જેનો ખાર રાખી દેરાણી શ્રધ્ધાબેનના ભાઇ અક્ષય તથા જયશે ફરીયાદી તથા સાહેદોને લાકડી વડે માર મારી ફરીયાદી પર નિર્લજજ હૂમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ ફરીયાદી અન્વયે ગોંડલ પોલીસે ગુન્હો દાખલ કરી નિર્લજ્જ હૂમલો કરનાર અક્ષય અને જયેશ ભુવાની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઇ પી. એસ. કોરીંગા ચલાવી રહ્યા છે.

(11:42 am IST)