સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

પોરબંદર ચેમ્બરના કર્મચારીની ૧૭ વર્ષની કાનુની લડત બાદ નિમણુંક પત્ર મળ્યો

પોરબંદર તા ૧૯ :  વર્ષ ૨૦૦૨ માં ચેમ્બર ઓફ કોમર્સ ના પટાવાળા કક્ષાના કામદાર દિનેશભાઇ માંડવિયાને સંસ્થાએ દુર કરેલ, પરંતુ નીડરતાથી ૧૭ વર્ષ સુધી કાનુની લડત આપ્યા બાદ ન્યાય મળતા સંસ્થાના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાએ નીમણુંક પત્ર કામદારને આપેલ.

થોડા દિવસમાં જ કાયમી ઓર્ડર મુળ જગ્યાનો મળી જશે તવી ખાત્રી આપેલ.

કામદારદિનેશભાઇ માંડવીયા ગુજરાત જનતા પાર્ટીના શહેર ઉપપ્રમુખ છે, તેમજ ગુજરાત રાજય કેસપેન્ડી લેબર એેશો. ના પ્રમુખ છે, તેમજ આ કામમાં તેમના લીગલ એડવાઇઝર વિજય પંડયા તેમજ જામનગરના એડવોકેટ  કપિલભાઇ ગોકાણીને રોકેલ હતા.

(11:41 am IST)