સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

વીંછીયાના નાના માત્રા ગામનો પ્રવિણ કોળી હથિયાર સાથે ઝડપાયો

 વઢવાણ : સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાંથી પ્રોહીબીશન જૂગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા તેમજ જીલ્લામાંથી ગે. કા. હથિયારોનો સફાયો કરવા અંગે અલગ અલગ ટીમો બનાવી, ચોકકસ હકિકતો મેળવી પરીણામ લક્ષી કાર્યવાહી કરવા ડી. એમ. ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ. સી. બી. સુરેન્દ્રનગરને સુચના આપેલ, જે અન્વયે એલ. સી. બી. ટીમ દ્વારા, સાયલા પો. સ્ટે. વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ ફરવામાં આવેલ અને હકિકત મેળવી સાયલા તાલુકાના કસવાળી ગામના પાટીયા પાસેથી આરોપી પ્રવિણભાઇ હનાભાઇ ગરાંભડીયા ત. કોળી રહે. નાના માત્રા તા. વિંછીયા ગે. કા. લાયસન્સ પરવાના વગર બાર બોર સીંગલ બેરલનો દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧ કિ. રૂા. પ,૦૦૦ તથા જીવતા કારતુસ નંગ-ર, કિ. રૂા. ર૦૦ મળી કુલ રૂા. પ,ર૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી, મજકુર ઇસમ વિરૂધ્ધ સાયલા પો. સ્ટે.માં હથિયારધારા હેઠળ ગુન્હો રજી. કરાવી  આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(11:41 am IST)