સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

ખનીજ ચોરીના કેસમાં પકડાયેલા હળવદના ચાર શખ્સોને ૩૦ માસની સજા

 હળવદ, તા.૧૯:- હળવદ તાલુકાના ઘનશ્યામ ગઢ ગામના રોડ પર ૨૦૧૪મા કરવામાં આવેલ ખનિજચોરીના કેસમાં ચાર આરોપીઓને અદાલતે ૩૦ મહિનાની સજા અને દંડનો ચુકાદો આપતા આ પંથકના ખનીજ માફિયા-ઓમા ફફડાટ વ્યાપી ગયો છે.

આ અંગેની વિગત જોઈએ તો હળવદના ટીકર રોડ ઉપર દ્યનશ્યામ ગઢ રોડ ઉપર મોરબીના માઈ-સ સુપરવાઇઝર ચેકિંગ કરી રહ્યા હતા આ સમયે ત્યાંથી મહેશભાઈ લાલજીભાઈ અજાણી, રામજીભાઈ જલાભાઈ અજાણી, ગનાભાઇ વિઠ્ઠલભાઈ કોળી, સુરેશભાઈ દેવજીભાઈ પરમાર (રે તમામ હળવદ) વાળ પોતાના પાસે રહેલા ટ્રેકટરમાં ચાર ટન સાદી રેતી ભરીને નીકળ્યા હતા.

કોઈપણ જાતની લીઝ કે રોયલ્ટી ભર્યા વગર લઈ જવાથી રેતી અંગે આ ચારે શખ્સો પાસેથી જે તે સમયે ચાર ટ્રેકટર તથા ૧૬ ટન રેતી મળી કુલ ૨૦.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી મોરબી માઇ-સ સુપરવાઇઝરે ચારેય સામે ખનિજ ચોરી અંગે નો કેસ હળવદ પોલીસમાં દાખલ કરાવ્યો હતો.  હળવદના એડી.ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીની કોર્ટમાં આ કેસ ચાલી જતાં  જજ પી.ડી.જેઠવાએ સરકારી વકીલની દલીલો તથા છ મોખિક પુરાવા અને દસ દસ્તાવેજી પુરાવાનો ધ્યાને રાખીને ચારે  આરોપીઓને ૩૦ માસની સાદી કેદની સજા અને દસ હજાર પુરા નો દંડ અનેનો ભરે તો વધુ વધુ એક માસની સાદી કેદની સ નો હુકમ કરેલ છે.

 (પિવે-સ ઓફ ઇલલીગલ માઇનીગ ટ્રાન્સપોર્ટેશન સ્ટોરેજ) તેમજ રૃંવેલ્સ૨૦૦૫નીકલમ ૩,૫,૬ સાથે વાંચતા કલમ૧૩(૧) મુજબના કામે ૬ માસની સાદી કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સાદી કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.(૨૨.૭)

(11:39 am IST)