સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

હળવદ શાળાના વિદ્યાર્થીઓને વિદાયમાન અપાયું

તાલુકાના નરનારાયણ ગામે પ્રાથમિક શાળામાં ધોરણ ૮નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ધોરણ ૮નાં વિદ્યાર્થીઓને ભેટ સોગાતો આપી વિદાયમાન આપવામાં આવ્યુ હતુ. તો સાથે સાથે પર્યાવરણ સંસ્થાના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. નવા માલણીયાદ પ્રા.શાળામાં 'જ્ઞાન સાથે ગમ્મત ટ્રોફી' અંતર્ગત ઈનામ વિતરણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શિક્ષકગણે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી કારકિર્દીઆગળ ધપાવે તેવી લાગણી સાથે ગુરૂ આશિષ આપવામાં આવ્યા હતા. સંસ્થાના શિક્ષકોને પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના શિક્ષકોનો વિદાય સમારંભમાં ફાલ્ગુની બેન,દક્ષાબેન અને પ્રહલાદ ભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે પર્યાવરણ સંસ્થાના રાધવભાઈ અને કૌશિક ભાઈને વિદ્યાર્થીઓએ તાળીઓથી વધાવ્યા હતા અને પ્રિન્સિપાલે સ્વાગત કર્યુ. વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી કારકિર્દી આગળ ધપાવે તેવી શાળાના વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા પાઠવી હતી. રંગારંગ કાર્યક્રમનો વિદ્યાર્થીઓએ સરસ મજાનું નૃત્ય કર્યું અને પોતાનું હુન્નર બતાવ્યું. વર્ગના વિદ્યાર્થીઓએ વકૃત્વ અને નાટક કરીને સમારંભને વધારે મોજીલું અને આનંદદાયક બનાવ્યું હતું.(તસ્વીર-અહેવાલઃ દિપક જાની.હળવદ)(૨૩.૨)

(11:34 am IST)