સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

કોટડા સાંગાણીના ધરતી પુત્રો કપાસના વિમાને લઇ ચિંતીત

કોટડાસાંગાણી, તા.૧૯:- કોટડાસાંગાણી તાલુકાના ખેડુતો કપાસના પાક વીમાની કાગડોળે રાહ જોઈ રહ્યા ને લાંબો સમય વીતી જવા છતા હજુ સુધી વીમો નહી મળતા ખેડુતોને વીમો ચુકવવામા કરાતી ઢિલના કારણે ખેડુતો ચીંતામા મુકાયા છે.  ગત વર્ષમા તાલુકાના ખેડુતોએ ઓછા વરસાદથી આર્થીક રીતે મોટો ફટકો ખાધો છે તેથી આગામી ઉનાળાના દિવસો ખેડુતોને કપળા સાબીત થસે તેમ લાગી રહ્યુ છે ગત વર્ષમા પાક પુરતા પ્રમાણમાં નહિ થતા ખેડુતો આર્થીક રીતે ભાંગી પડ્યા છે તેના કારણે તાલુકાના મોટાભાગના ખેડુતો દેણામા ડુબ્યા છે. ત્યારે ખેડુતોએ માંગ કરીછે કે તેઓને કપાસનો વીમો તાકિદે ચુકવવામા આવે વિમો ચુકવવામા કરાતી ઢિલના કારણે કોટડાસાંગાણી તાલુકાના ખેડુતો ચિંતામા મુકાયા છે.(૨૨.૨)

 

(11:31 am IST)