સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

ગારીયાધારમાં વિજ પોલ મામલે પાલિકાના સદસ્યો વચ્ચે 'બાળ-કજીયા'!!

ગારીયાધાર તા.૧૯ : શહેરમાં ન.પા.કચેરી દ્વારા સ્ટ્રીટ લાઇટોના મોટા પોલ સાથેના નવા ફિટીંગો શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં ન.પા.ના પ્રમુખ -ઉપપ્રમુખ દ્વારા મોટા ભાગના પોલ તેમના વોર્ડ વિસ્તારમાં કરવામાં આવતા હોવાનો બાળ કઝયો શરૂ થયો છે. સિતારામ નગર, ટોળપાણ, વિરડી રોડ, રૂપાવટી રોડ, સહિતના કેટલાક વિસ્તારોમાં આ મોટા પોલની જરૂરીયાત હોવા છતા સતાધીશો દ્વારા વારાતારો કરવામાં આવતો હોવાની શાસક પક્ષના સદસ્યોમાં ઉહાપોહ થઇ રહ્યો છ.ેજેના કારણે શાસક પક્ષના સદસ્યો ખુણે ખાચરે, ખાચા, ગલ્લીઓમાં સ્ટ્રીટ લાઇોના પોલ બાબતે બાળકઝયા કરી રહેલા જોવા મળી રહે છે.

જયારે આ લાઇટોના પોલના કામોમાં સમગ્ર શહરમાં ૧૦૦ પોલ ઉભા કરવાના હોય જેમાં પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા તેમના જ વિસ્તારમાં પ૦ પોલોના કામોની ગોઠવણ કરી દેવામાં આવી હોવાનું સદસ્યોમાં ચર્ચાઇ રહ્યું છ.

 

(11:28 am IST)