સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

તળાજા જયઓટોમાં ત્રણલાખની ચોરી કરનાર ત્રણ ઝડપાયા

સા.કુંડલા વિસ્તારની ડફેર ગેંગના યુવાનો ન ઝડપાયેલ શખ્સ માસ્ટર માઈન્ડ

ભાવનગર, તા.૧૯: તળાજાની ભાગોળે આવેલ જયઓટો એજન્સીમાંથી પાંચેક માસ પહેલા ગ્રીલ તોડી પ્રવેશ કરી રૂપિયા ત્રણ લાખની ચોરી કરનાર ત્રણ શખ્સોને અમરેલી એલસીબીએ પકડી પાડયા બાદ તળાજા પોલીસએ કબજો લીધો હતો. ડફેર ગેંગના ત્રણેય તસ્કરોએ કબૂલ કરી માસ્ટર માઈન્ડ આગઉ રેકી કરી ગયા બાદ બાઇક પર આવી ચોરી કરી હતી. વેપારીએ પોલીસને સ્થાનિક ઇસમ ભેળલો હોવાની આશંકા વ્યકત કરી હતી.

તપાસનિશ પો.સ.ઇ સિસોદિયાના જણાવ્યા અનુસાર અમરેલી એલસીબી પોલીસ એ જૂનાગઢ,અમરેલી વિસ્તારમાં ઘરફોડ ચોરી કરતા ડફેર ગેંગના સીરાજ દિનમહંમદ ડફેર, રસુલ ઉર્ફે અમૂલીયો સલીમ ડફેર, અલી ઉર્ફે અલિયો ઇબ્રાહિમ ડફેર. રે, દાંતરડીવાળાને પકડી પાડેલ.

ઝડપાયેલા ડફેરગેંગ એ તળાજા નજીક મહુવા હાઇવે પર આવેલ મો.સા ના શોરૂમ જયઓટોમાં ચોરી કર્યાનંુ કબૂલતા તળાજા પોલીસએ કબજો લઈ એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

રિમાન્ડ દરમિયાન આરોપીઓએ બે લાખ થી વધુની રકમ ચોરી હતી. તેમાંથી ઝડપાયેલ ત્રણેયના ભાગમાં વિસ વિસ હજાર જ આવેલા હતા. માસ્ટર માઈન્ડ જૂનાગઢના પાણીકોઠાનો બાબુ કાળું ડફેર છે. તે અગાઉ આ વિસ્તારની રેકી કરી ગયો હતો. મુખ્ય લીડર બાબુ કાળું ડફેર હોય આથી બાકીની રકમ તે લઈ ગયો હતો. તેને હજુ પકડવાનો બાકી છે.

ઝડપાયેલા ત્રણેય શખ્સોએ ચોરીના ભાગમાં આવેલ રકમ વાપરી ગયા હોય રિકવરી કશું થઈ શકી ન હતી.

ફરિયાદી નેતલ શાહએ જણાવ્યું હતું કે ચોરી કરવામાં સ્થાનિક અને જાણ ભેદુ શખ્સની સંડોવણી હોય તેવી તપાસનિશ પોલીસ અધિકારી સમક્ષ લાગણી વ્યકત કરી તે દિશામાં તપાસ થાય તે જરૂરી છે.

(11:26 am IST)