સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલમાં વાર્ષિકોત્સવ-વિઝન લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો

ગોંડલ તા. ૧૯ :.. ગોંડલ નેશનલ હાઇવે જામવાડી પાસે આવેલ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે સ્કુલના એન્યુઅલ ફંકશન તેમજ ગંગોત્રી સ્કુલનું વિઝન લોન્ચિંગનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.

એન્યુઅલ ફંકશન કાર્યક્રમમાં સ્કુલના વિદ્યાર્થીઓ દ્વરા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા તેમજ સંસ્થાના ચેરમેન સંદીપ છોટાળા દ્વારા ગંગોત્રી સ્કુલનું વિઝન લોન્ચ કરાયું હતું.

જેમાં જણાવ્યું હતું કે ર૦૩૦ સુધીમાં સમગ્ર ભારતભરમાં ૧૦ થી વધારે ગંગોત્રી સ્કુલના ઇન્સ્ટિટયુટ ધમધમતા હશે. ર૦૦૦૦ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ એજયુકેશન મેળવતા હશે. ૧ર૦૦ થી વધારે કર્મચારીઓ જોડાયેલ હશે પ૦ એકર થી વધુ જગ્યા પર ગંગોત્રી સ્કુલના ઇન્સ્ટિટયુટ કાર્યરત હશે. ભારતની સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ સિસ્ટમથી સ્કુલનું મેનેજમેન્ટ થતું હશે ભારતની શ્રેષ્ઠ સ્કુલનો એવોર્ડ ગંગોત્રી સ્કુલ પાસે હશે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, કલેકટર, એન્જિનિયર્સ, ડોકટર, તેમજ ગંગોત્રી સ્કુલના વિદ્યાર્થીઓમાં જ વિવિધ ઉચ્ચ પોસ્ટ કલાસ ૧ અને કલાસ ર અધિકારીની પોસ્ટ પર ભારતભરમાં ફેલાયેલા હશે. જે ગંગોત્રીયન્સ, હોવાની ગર્વ અનુભવતા હશે.

કથાકાર પૂ. જીજ્ઞેશ દાદા (રાધે- રાધે) તેમજ અગ્રણી ઉદ્યોગપતિ તેમજ ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઇ ધોળકીયા, તેમજ ગોંડલ સ્ટેટના રાજવી જયોતિર્મયસિંહજી જાડેજા (હવા મહેલ -ગોંડલ) ધારાસભ્ય ગીતાબા જાડેજા, જેતપુરના માજી ધારાસભ્ય જશુમતીબેન કોરાટ, ગોંડલના અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુક, અશોકભાઇ પીપળીયા, અરૂણભાઇ ઠુંમર, અલ્પેશભાઇ ઢોલરીયા, પ્રફુલભાઇ ટોળીયા, તેમજ રાજકોટ ડોકટર્સ ગ્રુપ, સેલ્ફ ફાઇનાન્સ, સ્કુલ રાજકોટ તેમજ ગોંડલના સંચાલકો તેમજ ગ્રાન્ટેડ સ્કુલના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતાં.

સાથે સંસ્થાના ચેરમેન સંદીપભાઇ છોટાળા દ્વારા ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલના કર્મચારીગણને મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં. તેમજ વિદ્યાર્થીઓને, વિવિધ સ્પર્ધાના વિજેતાઓને, મેડલ અર્પણ કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગંગોત્રી સ્કુલ તેમજ ઇન્ટરનેશનલ સ્કુલની મેનેજમેન્ટ ટીમ, તેમજ શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(11:22 am IST)