સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

ઉનાના નાથડમાં ઢોરને પાણી પીવડાવવા પ્રશ્ને ર પરિવારો સામસામેઃ ધોકા વડે હુમલો

ઉના તા.૧૯: નાથળ ગામે ઢોરને પાણી પીવડાવવા બાબતે બે ભાઇઓના પરિવાર વચ્ચે માથાકુટ થતાં ૪ વ્યકિતએ લાકડાના ધોકા તથા હથીયાર વતી માર મારી ઇજા કરતાં સારવાર માટે દાખલ કરી પોલીસ ફરિયાદ નોંધાવેલ.

નાથળ ગામે રહેતા બાલુભાઇ નથુભાઇ અને તેના ભાઇ બચુભાઇ સાથે ઢોરને પાણી પીવરાવવા બાબતે બોલાચાલી થતા બચુભાઇ, રમેશ નથુ, મુકેશભાઇ નથુ, લખુબેન નથુભાઇ રહે. નાથળવાળાએ એક સંપ કરી બાલુભાઇને  ગાળો આપી લાકડાનાં ધોકા તથા હથીયાર વડે માર મારી ઇજા કરતાં ઉના દવાખાને સારવાર માટે ખસેડેલ હતા. ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.(૧.૬)

(11:21 am IST)