સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

ગોવાના સીએમ સ્વ. મનોહર પર્રિકરના સંભારણાઃ ભૂકંપ બાદ માળિયાના દેવગઢને દત્તક લીધું હતું

રાજકોટ તા. ૧૯ : ગોવાના સીએમ વર્ષ,મનોહર પાર્રિકરના મોરબી જિલ્લાના માળિયાના દેવગઢ ગામ સંભારણા વાગોળી રહ્યું છે વર્ષ ૨૦૦૧માં આવેલ ભૂકંપમાં મોરબી જિલ્લામાં પણ વિનાશ સજર્યો હતો ત્યારે સીએમ સ્વ. પર્રિકરે માળિયાના દેવગઢ ગામને દત્તક લઈને તેને બેઠું કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

ઙ્ગવર્ષ ૨૦૦૧માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે મોરબી જિલ્લામાં પણ વ્યાપક નુકશાન થયું હતું. આવા કપરા દિવસોમાં મનોહર પર્રિકરે પોતાની સંવેદનશીલતાનો પરિચય આપીને માળિયાના દેવગઢ ગામને દત્તક લઈને અમૂલ્ય યોગદાન આપ્યું હતું જેથી ગામલોકો જીના સંસ્મરણો વાગોળી રહ્યાં છે અને તેઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

(10:21 am IST)