સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

ભત્રીજાને ૧૭ વર્ષ બાદ મળીને કાકાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા

ભુજની માનસીક આરોગ્ય હોસ્પિટલમાં દર્દીનું કાઉન્સેલીંગ કરી સાજો કર્યો

ભુજ તા. ૧૯ : ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં ડો. મહેશભાઇ પી. ટીલવાણીના માર્ગદર્શન હેઠળ અને સ્વૈચ્છિક સંસ્થાના સભ્ય દયારામભાઇ દ્વારા લવાયેલા સુમેરભાઇને તા. ૩-૩-૧૯ના રોજ દાખલ કરાયા હતા.

બાદમાં સુમેરને માનસિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી તેનું કાઉન્સેલીંગ કરતાં તે બરેલીના પોરઇ ગામના હોવાનું જણાવ્યું હતું. આમ સુમેરભાઇની પૂછપરછમાં તેમના કાકા શ્રીરામનો સંપર્ક થયો અને તેમના કાકાએ જણાવ્યું હતું કે સુમેર આશરે ૨૦૦૦ની સાલમાં ઘરેથી નીકળી ગયો હતો. સુમેરના કાકા તા. ૧૬-૩-૨૦૧૯ના સવારે ૭ વાગ્યે લેવા તેઓને આવ્યા ત્યારે  સુમેરને ૧૭ વર્ષ બાદ જોઇને હર્ષના આંસુ આવી ગયા હતા અને આનંદની લાગણી અનુભવાઇ હતી.

સુપ્રીટેન્ડેન્ટના માર્ગદર્શન હેઠળ ડો. પાટણકર તથા સોશ્યલ વર્કર રસિલાબેન કોઠિવાર, મયુરીબેન ગઢવી, નર્સિંગ સ્ટાફ સિસ્ટર અને પ્રકાશભાઇ જોષીની જહેમત બાદ સુમેરભાઇને તેના કાકા સાથે ૧૭ વર્ષ બાદ મિલન કરાવીને સ્વગૃહે પરત મોકલ્યા હતા

(10:20 am IST)