સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

જામનગરમાં દિગજામ સર્કલ પાસે પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર ઇકો કારમાં અચાનક આગ ભભૂકી

ડ્રાઈવરે સમય સૂચકતા પારખી કારમાંથી નીકળી ગયો

જામનગરમાં દિગજામ સર્કલ પાસે પ્રમુખ સ્વામી ઓવર બ્રિજ પર ઇકો કારમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી.

કારમાં આગ લગતા જ ડ્રાઈવરે સમય સૂચકતા પારખી કારમાંથી નીકળી ગયો હતો.જોકે આગ વિકરાળ રૂપ ધારણ કરતા આજુબાજુ લોકોનાં ટોળાં એકઠા થઇ ગયા હતા અને ફાયર ટીમને તાત્કાલીક કરવામાં આવી હતી. જામનગર દ્વારકા રોડ પર સતત વાહનોની અવર-જવર થતી હોય છે ત્યારે ઇકો કારમાં આગ લાગતા ભડભડ સળગી હતી.જો કે ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી. કારમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. જોકે કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાંનું બહાર આવ્યું છે.

(8:05 pm IST)