ભાણવડના મોટા કાલાવડ, ઓખાના સામણાસરમાંથી ર૮ પત્તાપ્રેમી પકડાયા
પોલીસે ત્રાટકી પાડયો રંગમાં ભંગઃ બન્ને સ્થળેથી પ લાખનો મુદામાલ કબ્જે
ખંભાળીયા તા. ૧૯ :.. ભાણવડના મોટા કાલાવડ ગામ અને ઓખાના સામણાસર ગામે પોલીસે દરોડા પાડી જૂગાર રમતા ર૮ શખ્સોને પ લાખના મુદામાલ સાથે પકડી પાડયા હતાં.
મોટા કાલાવડ ગામની સીમમાં કરશનભાઇ પાલાભાઇ ચાવડાના કબ્જા વાળા મકાનમાં ત્રાટકી પોલીસે વરલી મટકાના જૂગાર રમતા મકાન ધારક કરશનભાઇ સહિત ગોવિંદભાઇ ધનાભાઇ ગોજીયા, સંજયભાઇ કરશનભાઇ ચાવડા, દિનેશભાઇ આલાભાઇ વાઘેલા, નથુભાઇ દેવરખીભાઇ કરંગીયા, ગોવિંદભાઇ ભાયાભાઇ ડાંગર, ભીમભાઇ અરભમભાઇ ઓડેદરા, વિપુલભાઇ ભીખાભાઇ કરમુર, અમરસિંહ ઉમેદસિંહ જાડેજા, નારણભાઇ કાનાભાઇ લગારીયા, આમદભાઇ ઇબ્રાહીમભાઇ હીંગોરા, વિજયભાઇ ભીખુભાઇ કેશવાળા, રામાભાઇ રાજાભાઇ ગાગીયા, હરદાસભાઇ ગોવિંદભાઇ ગોજીયા, પ્રવિણભાઇ પરબતભાઇ નંદાણીયા, ગફારભાઇ જુસબભાઇ જેઠવા, ગોવિંદભાઇ દેવાણંદભાઇ વરૂ, ભરતભાઇ શામજીભાઇ જગતીયા, ડાડુભાઇ મેરામણભાઇ ડાંગર અને જોધાભાઇ ગોલાભાઇ ખવાને રોકડ રૂ. ૧૪૧૦૦૦, રર મોબાઇલ કિંમત રૂ. ૯ર૦૦ તથા વાહન કિંમત રૂ. ૩,૪૮,૦૦૦ મળી કુલ રૂ. ૪૯૮ર૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.
જયારે બીજા દરોડામાં ઓખાના સામણાસર ગામેથી પણ જાહેરમાં જૂગાર રમતા લુણાભા ઉકરડાભા માણેક, માણેકાભા પાલાળા માણેક, સામતભા ઘુઘાભા માણેક, શીવુભા માણસીભા કરે, મરૂભા માણસીભા કેર, નાગજીભા કારભા માણેક, સલીમભાઇ મામદભાઇ સીહીં અને કાલીદાસ પુરણદાસ નીરંજની રોકડ રૂ. ૧૧ર૬૦ સાથે પકડાઇ ગયા હતાં.