સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th February 2020

અમરેલીમાં કચરો ફેંકવા ગયેલી પરિણીતાની છેડતી

 અમરેલી તા. ૧૯ : અમરેલી મીની કસ્બાવાડમાં રહેતી નસીમબેન હનીફભાઇ ગરાણા તા.૧૬-રના નદીમાં કચરો નાખવા ગયેલ ત્યારે માલીક મનસુરઅલી લાખાણીએ ગાળો બોલી છેડતી કરતા બુમા બુમ કરતા તેમનો ભાઇ આવી જતા મલીકે ધમકી આપલ  તેમજ પાડોશમાં રહેતા સબાનાબેનને અવાર નવાર માલીક ડેલા સામે ઉભો રહી બીભત્સ  ચેનચાળા કરતો હોવાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા આ બનાવની તપાસ પી.એસ.આઇ. એસ.આર. મેઘાણી ચલાવી રહયા છે.

એડવોકેટને ધમકી

અમરેલી એસ.ટી. ડેપો સામે ડાઇનીંગ હોલ નીચે મહેન્દ્રભાઇ ઉર્ફે ભાણાભાઇ નટવરલાલ સેલાણીની દિકરી સાથે અગાઉ બળાત્કાર તથા ગેંગરેપ થયેલ. આ બનાવની ફરીયાદ  સીટી પોલીસ  મથકમાં નોંધાવેલ  અને હાલ આ કેસ અમરેલી કોર્ટમાં ચાલતો હોય. જે કેસના એડવોકેટ વિજયભાઇ લચ્છાએ આ કેસમાં સમાધાન કરી લેવા તથા આરોપીને કેસમાંથી બચાવવાના બદલામાં રૂપિયા ૧૦ થી ૧ર લાખ અપાવવા લાલચ અને પ્રલોભન આપી સમાધાન કરવાનું જણાવતા ના પાડેલ. જેથી એડવોકેટ ભાણાભાઇને ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

સાવરકુંડલા બાય પાસ રોડ  પર બાઇકને ફોર  વ્હીલે હડફેટે ચડાવ્યું

સાવરકુંડલા બાયપાસ રોડ તથા સંકુલની વચ્ચે પરેશભાઇ ધનજીભાઇ મકવાણા રહે. અમરતવેલનો જાપો પોતાના મિત્રનું બાઇક જીજે૦૧-એલએસ ૯૭પ૪ લઇને ઘરે જમવા જતો હતો. ત્યારે ભીખાભાઇ કાબરીયાની વાડી સામે મહેન્દ્રભાઇ ફોર વ્હીલ જીજે૧૪-એકસ૬૦પરના ચાલકે પુર ઝડપે ચલાવી બાઇકને હડફેટે લઇ નાની મોટી ઇજાઓ કરી નાસી ગયાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:09 pm IST)