સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th February 2020

મોરબીના ઘુંટુ રોડ પરના સીરામીક એકમમાં ત્રીજા માળેથી પડી જતા આધેડનું કરૂણમોત

સીમ્પોલો સિરામિક એકમમાં રહીને કમાં કરતા ઉતમ ગોપીનાથ દેઠુંરીનું મોત

 

મોરબીના ઘૂટું રોડ પર આવેલ સીમ્પોલો સિરામિકમાં કામ કરતા આધેડ ત્રીજા માળેથી પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના ઘૂટું રોડ પર આવેલા સીમ્પોલો સિરામિક એકમમાં રહીને કમાં કરતા ઉતમ ગોપીનાથ દેઠુંરી (ઉ.૪૦) વાળો સિરામિકમાં ત્રીજા માળેથી પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:03 am IST)