ચોટીલામાં ૨૦ લાખનો દારૂ પકડાયો
વઢવાણ,તા.૧૮:જાની વડલા ગામની ઝરખડી સીમ વીડ વિસ્તારમાં કંટેનર નં.પ્ણ્-૪૬-ખ્મ્-૦૩૧૦ ના માલિક મકબુલ એ.ખાન રહે.ણ્ફબ્-૧૧૪, લ્ચ્ઘ્.૧૫, ન્યુપાનવેલ, ઈસ્ટ પાનવેલ, મહારાષ્ટ્ર વાળો (૨)બોલેરો પીઅપ ગાડી રજી.નં.ઞ્થ્-૨૭-હ્ર-૫૪૮૩ વાળીના માલિક પ્રતાપ અલ્કાભાઇ ભગોરા રહે.બારેજા તા.ડાકરોઇ જિ.અમદાવાદ પોતાના કંટેનરની ઓરિઝનલ ય્વ્બ્ માન્ય નંબર પ્લેટ દુર કરી રજી.નં.પ્ણ્-૪૬-ખ્મ્-૦૩૧૦ નંબરની તે કન્ટેનર માં બહારના રાજય માંથી દારૂનો જથ્થો ભરી લાવી તથા બોલેરો હેરાફેરી કરી વેચાણ અર્થે ભરી કટીંગ કરતા ઝડપી લીધેલ છે. સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ પ્ન્ની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૪૮૨૪ જેની કિં.રૂ૧૪,૪૭,૨૦૦/- તથા મેકડોવેલ્સ નં.-૧ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ પ્ન્ની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૧૪૭૬ જેની કુલ કિં.રૂ૫,૧૬,૬૦૦/- મળી કુલ બોટલ નંગ-૬૩૦૦ ની કુલ કિં.રૂ૧૯,૬૩,૮૦૦/- નો ઈગ્લીશ દારૂનો જથ્થો તથા કંટેનરની કિં.રૂ૧૫,૦૦,૦૦૦/- બોલેરો કિં.રૂ૫,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ૩૯,૬૩,૮૦૦/- નો મુદ્દામાલ રાખી રેઇડ દરમ્યાન બન્ને વાહનોના આરોપી હાજર નહી મળી આવી ઈગ્લીશ દારૂની હેરાફેરી/કટીંગ કરી કરાવી ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. શ્રી આર.જે.જાડેજા ચોટીલા પો.સ્ટે. નાઓ કરે છે.