સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th February 2020

ટંકારા માટે ફાળવાયેલ એક કરોડ કયારે વપરાશે ?

ટાઉન હોલ બનાવવા લોકોની માંગણી

ટંકારા, તા. ૧૮ : મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાને સરકાર દ્વારા તીર્થસ્થાન ગણી તેના વિકાસ માટે છે. એક કરોડ મંજુર કરાયા છે.

ટંકારા ઉપરાંત માટેલ સહિત અનેક તીર્થ સ્થાનો ના વિકાસ માટે કરોડો રૂપિયા મંજુર કરાયેલ છે.

ટંકારા તીર્થભૂમિના વિકાસ માટે મંજુર કરાયેલ રૂપિયાને ત્રણેક વર્ષ થયેલ છે. સરકાર દ્વારા ગાન્ટ પણ સબબ દેવાયેલ છે. વિકાસ કામ કરવા માટે સમિતિ પણ બનાવાયેલ છે. ત્રણ વર્ષમાં રકમ વ્યાજ સાથે સવા કરોડ રૂપિયા થઇ હશે, પરંતુ હજુ સુધી એક ફદીયુ પણ વાપરવામાં આવેલ નથી.

શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી અજય સહગલ, સાર્વદેશીક સભાના પ્રમુખ સુરેશ આર્ય, આર્કીટેકટ અચલ કંટારીયા મહામહિમ આચાર્ય દેવવ્રતજીને આમંત્રણ આપેલ અને જન્મભૂમિને વિશ્વ દર્શનીય બનાવવા ચર્ચાઓ કરેલ.

ટંકરામાં હાલ મીટીંગ માટે તેમજ સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમ માટે કોઇ જાહેર બીલ્ડીંગ નથી.

ટંકારામાં એક હજાર માણસો બેસી શકે તેવો આધુનિક સુવિધાયુકત ટાઉન હોલ બનાવવાની લોકોની માંગણી ઉઠેલ છે. આ સાથે જાહેર બગીચો-પાર્ક, જયાં બાળકો રમી શકે. સીનીયર સીટીઝનો શાંતિ મેળવે તે બનાવવાની જરૂરીયાત છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલ એક કરોડની ગ્રાન્ટ તાત્કાલીક વાપરવામાં આવે તેવી ગ્રામજનો તથા આર્યસમાજીઓની માંગણી છે.

(12:16 pm IST)