સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th February 2020

ધોરાજીમાં 'બેટી બચાવો બેટી પઢાઓ' થીમ પર યોજાયો કિશોરી મેળો

રાજકોટ : ભારત સરકાર દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન આપવા ગર્ભ પરિક્ષણ, જાતિ પસંદગી અટકાવવા દિકરીની સુરક્ષા અને સલામતી વધારવા, દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે. તેના ભાગરૂે તાજતેરમાં પટેલ કન્યા વિનય મંદિર વિદ્યાલય ધોરાજી ખાતે 'કિશોરી મેળો' યોજવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન મેડમની સુચના અને મહિલા બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કિશોરી મેળામાં બેટી બચાવો બેટી પઢાઓ થીમ પર ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, એક પાત્રીય અભિનય સહીત કાર્યક્રમો આયોજીત થયા હતા. દહેજ પ્રિતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી કે. એચ. મોરીયાણી મેડમે પ્રાસંગીક ઉદ્દબોધન કરેલ. સ્પર્ધામાં એકથી ત્રણ નંબરે વિજેતા બનનારને ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કોટક સ્કુલને 'બેટી બચાવો બેટી પઢાવો' લોગોનું સ્મૃતિ ચિન્હ અર્પણ કરાયુ હતુ. કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી કે. એચ. મોરીયાણી, પટેલ કન્યા વિનય મંદિર વિદ્યાલયના પ્રિન્સીપાલ કે. વી. ભેસાણીયા, શિક્ષકગણ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર ધરતીબેન બાલાસરા, સોનલબેન ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

(12:09 pm IST)