સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th February 2020

જોડીયા બાદનપરામાં રામકથાની પોથીયાત્રા

 વાંકાનેર : જોડીયા-બાદનપર નજીક વર્ષો પુરાણુ ઐતિહાસીક શ્રી કનકેશ્વર મહાદેવ દાદાના મંદિર ખાતે તા. ૧પ મીના શનિવારના શ્રીરામ ચરિત માનસ કથાનો પ્રારંભ થયેલ છે. જેમાં રામકથા વિરનગર શ્રી હનુમાનજી મહારાજના મહંત પ.પૂ. પ્રભુદાસ મહારાજની અધ્યક્ષતામાં સમસ્ત બાદનપર -જોડીયા (લક્ષ્મીપરા) ના વિશ્વ કલ્યાણ અર્થે રામકથા યોજાઇ રહેલ છે. જે રામકથામાં વ્યાસપીઠ પર વકતા પ.પૂ. શાસ્ત્રીજી જનક મહારાજ મહેતા (રાજકોટ વાળા) મધુર વાણીમાં સંગીતની સાથે રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. જે કથા શ્રવણનો સમય સવારે ૯ થી ૧ર, બપોરે ર.૩૦ થી પ.૩૦ રાખેલ છે. જે કથાની પોથીયાત્રા બળદેવભાઇ પોપટભાઇ ભીમાણી -તપોવન ભોજનાલયથી રામ મંદિરથી વાજતે - ગાજતે શ્રી કનકેશ્વર મંદિરે પહોંચી હતી. તસ્વીરમાં પ.પૂ. સંત શ્રી પ્રભુદાસ મહારાજ તથા વકતા પૂ. શાસ્ત્રીશ્રી જનક મહારાજ નજરે પડે છે. (તસ્વીર :- હિતેશ રાચ્છ -વાંકાનેર)

(10:33 am IST)