સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

પોરબંદર લોહાણા હિતેચ્છુ મંડળ દ્વારા જાથાનો જનજાગૃત્તિ કાર્યક્રમ

રાજકોટ : અંધશ્રધ્ધાનું ખંડન કરી ખોટા વહેમમાંથી લોકોને બહાર લાવવા પોરબંદર લોહાણા હિતેચ્છુ મંડળ તથા લોહાણા હિતેચ્છુ મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મંડળના હોદેદાર ભાઇ બહેનોએ કાળા વસ્ત્રો ધારણ કરી અશુભ માન્યતાને ઠોકર મારી હતી. કાર્યક્રમનું ઉદ્દઘાટન વૈજ્ઞાનીક પધ્ધતીથી મંડળના પ્રમુખ દીલીપભાઇ ધામેચા અને યામીનીબેન ધામેચા સાથે હોદેદારોની ઉપસ્થિતીમાં કરાયુ હતુ. આ તકે મંડળ આયોજીત ૨૩ માં સમુહલગ્ન, ૧૦૦૮ રાંદલના લોટા, સર્વરોગ નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ સહીતના આયોજનોની વિગતોથી સૌને માહીતગાર કરાયા હતા.   અંધશ્રધ્ધા નિર્મૂલન કાર્યક્રમમાં હવેલીના ગોસ્વામી જય વલ્લભલાલજી, મુખ્યાજી દેવાંગભાઇએ ઉપસ્થિત રહી અંધશ્રધ્ધાથી માનવ જાતને થતા નુકશાન અંગે દાખલા દલીલો સાથે જાણકારી આપી હતી. દરમિયાન કપિલભાઇ ઠકરાર, હીતેનભાઇ પાંઉ, હિતેશભાઇ ચંદારાણા, જયભાઇ મજેઠીયા, અંકિતભાઇ કારીયા, વિનેશભાઇ ચોલેરા, ઉષાબેન મોનાણી, રેખાબેન રાયઠ્ઠઠા, ઉષાબેન કકકડ, ગીતાબેન સીરોદરીયા, માલતીબેન કકકડ, અર્ચનાબેન પોપટ, જયશ્રીબેન હિન્ડોચા, કારોબારીમાં ભરતભાઇ રંગીલા, ભરતભાઇ બારાઇ, નીખીલભાઇ સોમૈયા, શાંતિભાઇ કાનાણી, વિપુલભાઇ અમલાણી, કૈલાશભાઇ સીમરીયા, ઉજવલભાઇ લાખાણી, દિનેશભાઇ બરછા, ધર્મેશભાઇ રાયઠ્ઠા, મહીલા મંડળના આશાબેન ચંદારાણા, મંજુલાબેન રંગીલા, ભાનુબેન સવજાણી, હાર્ષાબેન રૂઘાણી, મીનાબેન શીંગાળા, રમાબેન દાસાણી, પ્રફુલ્લાબેન ઠકરાર વગેરે સહીત બન્ને મંડળના સદસ્યોએ અંધશ્રધ્ધાને દેશવટો આપવા સંકલ્પ કર્યો હતો. વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ વિશાળ જનમેદનીને સંબોધી ગેરમાન્યતાઓ, કુરીવાજો, અંધશ્રધ્ધામાંથી બહાર આવવા માર્ગદર્શન આપેલ. જાદુગર સુનિલ ચુડાસમાએ શરીર ઉપર અંગાર ફેરવવા, રૂપિયાનો વરસાદ, મોમાં અંગારા મુકવા, એકના ડબલ, નજરબંધી, ઉકળતા તેલમાંથી પુરી તળવી વગેરે પ્રયોગોનું સ્થળ ઉપર નિદર્શન કરી લોકોને શીખવી દેધીલ. અંકલેશ ગોહીલ, વિનુભાઇ ઉપાધ્યાય, રામભાઇ આહીર, વિનોદ વામજા, હર્ષાબેન પંડયા વગેરે આ વૈજ્ઞાનીક પ્રયોગોમાં સહયોગી બન્યા હતા. તેમ જાથાના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(4:28 pm IST)