સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

જૂનાગઢમાં ભાજપના અગ્રણી પ્રદીપ ખીમાણીના સુપુત્રના લગ્ન પ્રસંગમાં મહાનુભાવોનો મેળાવડો

અકિલા પરિવારના મોભી કિરીટભાઈ ગણાત્રા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, બોર્ડ નિગમના ચેરમેનો વગેરેની હાજરી

 જૂનાગઢઃ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અગ્રણી, શિક્ષણવિદ્દ શ્રી પ્રદીપભાઈ ખીમાણીના સુપુત્ર ચિ. સાગર (એડીશનલ પી.એસ. ટુ-યુનિયન મીનીસ્ટર મનસુખભાઈ માંડવિયા) સંગ ચિ. ચાંદનીનો લગ્ન તથા સત્કાર સમારંભ અનેક વિશિષ્ટ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ જ ભવ્યતાથી યોજાઈ ગયો. તા. ૭, ૮ તથા ૯ ફેબ્રુઆરી ૩ દિવસ સુધી ચાલેલા આ સમારંભમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ પ્રદીપભાઈ ખીમાણીના નિવાસ સ્થાને જઈ નવદંપતીને આશીર્વાદ તથા શુભકામનાઓ પાઠવી હતી. ખીમાણી પરિવારે દિલ્હી જઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ આપતા તેમણે પણ પત્ર લખી નવદંપતીને પોતાની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તથા તેમના ધર્મપત્ની નીતાબેન માંડવિયા, સરકારના કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, અકિલા દૈનિક પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા તથા અકિલા પરિવારના ડો. અનિલ દશાણી, સબ ટીવી ચેનલ અને મસ્તી મ્યુઝીક ચેનલનાં માલિક કૈલાશભાઈ અધિકારી, શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્ર સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેશીયા, પ્રદેશ ભાજપા મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ગુજરાત હાઉસીંગ બોર્ડ નિગમના ચેરમેન અને ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, સંસદ સભ્ય નારણભાઈ કાછડીયા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, અન્ન નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, પૂર્વ મંત્રી રતિભાઈ સુરેજા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, પૂર્વ મંત્રી શ્રીમતી જશુબેન કોરાટ, પૂર્વ મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, યુવા ઉદ્યોગપતિ રાકેશભાઈ દુધાત, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. પાઠક, જૂનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ શશીકાંતભાઈ ભીમાણી, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, જામનગર મહાનગર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, માધાભાઈ બોરીચા, ભગવાનજીભાઈ કરગઠીયા, જૂનાગઢના મેયર શ્રીમતી આદ્યશકિતબેન મજમુદાર, ડે. મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નીલેશભાઈ ધુલેશિયા, શાસક પક્ષના નેતા પુનિતભાઈ શર્મા, મહામંત્રી ચંદ્રેશભાઈ હેરમા, ભરતભાઈ શિંગાળા, મહેન્દ્રભાઈ પીઠીયા, કપિલભાઈ કોટેચા, ઉપરાંત કોંગ્રેસ શહેર પ્રમુખ વિનુભાઈ અમીપરા, જામનગરના પૂર્વ મેયર શ્રીમતી અમીબેન પરીખ, જામનગર ભાજપ અગ્રણી અશોકભાઈ નંદા, નીલેશભાઈ ઉદાણી, ગોપાલભાઈ સોરઠીયા, અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ પ્રચારક હસમુખભાઈ પટેલ, વિભાગ કાર્યવાહક કિશોરભાઈ ડાંગર, જિલ્લા સંઘચાલક ડો. કુમનભાઈ ખૂંટ, અલંગ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટીના ચેરમેન ગીરીશભાઈ શાહ, કેશુભાઈ સીડા, અભયસિંહ ચૌહાણ, ભરતભાઈ મોણપરા, નિર્ભયભાઈ પુરોહીત, હરેશભાઈ પરસાણા, ભરતભાઈ કારેણા, હિતેન્દ્રભાઈ ઉદાણી, જ્યોતિબેન વાછાણી, ગીતાબેન માલમ, નીરૂબેન કાંબલીયા, સરલાબેન સોઢા ઉપરાંત રાકેશભાઈ ધુલેશિયા, મનસુખભાઈ ખાચરીયા, ડો. પ્રિયવદનભાઈ કોરાટ, કિશોરભાઈ શાહ, જી.પી. કાઠી, કે.ડી. પંડયા, ચેતનભાઈ ફળદુ, ટીનુભાઈ ફળદુ, ગોવિંદભાઈ બારૈયા, રતિભાઈ સાવલિયા વિગેરે આગેવાનો શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત રહેલ. અનેક રાજકીય, સામાજિક તથા જ્ઞાતિ અગ્રણીઓ ઉપરાંત વરિષ્ઠ સંતો પૂ. ભારતીબાપુ, પૂ. તન્સુખગીરીબાપુ, વૈષ્ણવાચાર્ય ઉત્સવ બાવા, રવિ બાવા વિગેરેએ પણ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા.

(3:59 pm IST)