સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

મોરબીના વિજયભાઇ વ્યાસને મિશન ફોર સ્પેશ્યલ ચિલ્ડ્રન સેવા માટે નેશનલ એવોર્ડ

 મોરબી તા. ૧૯ : સ્પેશ્યલ ચિલ્ડ્રન માટે કાર્ય કરતા વિજય વ્યાસને નેશનલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. રાજસ્થાનની સામર્થ્ય સેવા સંસ્થાન દ્વારા વિજયભાઈ વ્યાસને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના ૧૨ જિલ્લા અને ૮૪ તાલુકા સેન્ટર ઉપર પોતાના સ્પેશિયલ એજયુકેટર તરીકેના અલગ દ્રષ્ટિકોણ અને સાહસી કાર્ય દ્વારા સાયકલ પ્રવાસમાં અલગ -અલગ ગ્રામ્ય વિસ્તારોમાં નિઃશકત, પીડિત, વંચિત બાળકોને રૂબરૂ મળવાનો પ્રયત્ન કરનાર વિજય વ્યાસને એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવશે વિશિષ્ટ પ્રકારના બાળકોના માતા પિતાના મનોવલણો હકારાત્મક બને તેમજ બાળકની સ્થિતિ અંગે યોગ્ય સાચી સમજ કેળવી મનોવૈજ્ઞાનિક અભિગમથી વિશિષ્ટ બાળકને યોગ્ય તક, અને હૂંફ પુરી પાડી, સ્પેશિયલ તાલીમ શિક્ષણ સાથે જોડવાથી બાળકને યોગ્ય કૌશલ્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે, તેનો જાગૃતતાનો સંદેશો આપી આવા બાળકોના માતા-પિતા માટે લોકજાગૃતિનું કાર્ય કરી રહ્યા છે. જેમના સફળ કાર્યની નોંધ ઉપર સુધી પણ લેવાઈ અને ઙ્ગગુજરાતમાંથી વિશિષ્ટ સેવા કાર્ય બદલ મોરબીના રહેવાસીઙ્ગ વિજય વ્યાસની પસંદગી કરવામાં આવી છે અને રાજસ્થાનમાં એવોર્ડ એનાયત કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોરબીના વિજય વ્યાસને રાજસ્થાનના ઝાલાવાડમાં પ્રદેશ કોંગ્રેસ સંયોજક સુરેશ ગુર્જર, તુષાર ભલેરાઓ, અને મેડીકલ કોલેજના પ્રોફેસર ડો. સુભાષના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.(૨૧.૪)

(3:42 pm IST)