સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

એસ.ટી ના પૈડા તા.૨૦ ની રાત્રીએ ૧૨ કલાકે જે તે સ્થળે થંભી જશે

ડેપોમાંથી બસ તો ઉપડશે પણ બાર વાગશે એટલે નજીકના ડેપોને બસ સોંપી દેવાશેઃ યુનિયન લીડર

 ભાવનગર, ૧૯: રાજય એસ.ટી નિગમના કંડકટર ડ્રાઈવરના યુનિયનો દ્વારા સરકાર પાસે કરેલ વિવિધ માંગણીઓ ન સંતોષવામાં આવતા આજ થી બે દિવસ ધરણાં અને પ્રદર્શનના કાર્યક્રમો શરૂ કર્યા છે. તેમની સાથે તમામ એ માસ સીએલ મૂકી દીધી છે. આથી જો સમાધાન નહિ થાય તો તા.૨૦ની રાત્રીના બાર વાગ્યે એસ.ટી ડેપો ના પૈડાં જે તે સ્થળે થમભાવી દેવામાં આવશે.

સરકાર સમક્ષ વિવિધ માંગણીઓનું નિરાકરણ ન આવતા આજથી બે દિવસ માટે એસ.ટી ડેપો પર ધરણાં અને પ્રદર્શન ના કાર્યક્રમ નો પ્રારંભ થયો છે. યુનિયન લીડર પ્રહલાદ સિંહ ગોહિલએ જણાવ્યું હતું કે આજ શહીદોના માનમાં દેશ ભકિતના સુત્રોચાર પોકારવામાં આવ્યા હતા. સાથે રોકડ ફન્ડ પણ એકઠું કરવામાં આવેલ.

આવતી કાલ એ કંડકટર ડ્રાઈવર કર્મચારીઓ દ્વારા નિયત સમયે માંગણીઓના સૂત્રોચ્ચાર પોકારવામાં આવશે. અમારો અવાજ બુલંદ થઈ સરકાર પાસે પહોંચે તેવો પ્રયાસ છે.

જો સરકાર પ્રશ્નોનું નિરાકરણ નહિ લાવે તો રાજયના તમામ સંબધિત કર્મચારીઓ દ્વારા માસ સી.એલ તા.૨૧ ની મુકવામાં આવી છે.

પ્રહલાદસિંહ એ સપષ્ટતા કરતા જણાવ્યું હતું કે તા૨૦ ના રોજ સાંજ કે રાતના સમયે જે રૂટની બસ ઉપડશે તે બસ રાતના બાર વાગ્યે જે નજીકના ડેપોમાં પહોંચશે તે ડેપોને બસ સોંપી દેશે અને હડતાળ પર ઉતરી જશે.

એટલેકે બસના પૈડાં થંભાવી દેવામાં આવશે. દા. ત.તળાજા થી સુરત જવા માટે રાત્રીના આઠ વાગે ઉપડી હોય અને રસ્તામાં બાર વાગ્યે જે ડેપો આવે તે ડેપો ને સોંપી દેવામાં બસ આવશે. જેથી તે બસના મુસાફરને ત્યાંજ અટકી જવાનું રહેશે.(૨૩.૪)

(11:44 am IST)