સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

મોટી પાનેલીમાં સરસ્વતી ધામ શાળાના બાળકો દ્વારા શ્રધ્ધાંજલિ રેલી સાથે પૂતળા દહન

 મોટી પાનેલી : કાશ્મીરમાં આંતકવાદીના આત્મઘાતી હુમલામાં  જવાનો શહીદ થયાં તેમની શહાદતને અંજલિ અર્પવા મોટી પાનેલીની શ્રીઙ્ગસરસ્વતી ધામ શાળાના બાળકોએ જંગી રેલી કાઢી આંતકવાદને નાબૂદ કરવા ના નારા સાથે શહીદો અમર રહોના નારા લગાવી આખા ગામમાં આ રેલી ફરી લીમડા ચોકમાં આવી આંતકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો સાથે વિશાળ સંખ્યામા ગામ લોકો પણ જોડાયા હતા. જેમાં મુસ્લિમ જમાત સાથે મોલાના પણ હાજર રહી આંતકવાદ તેમજ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો આક્રોશ વ્યકત કરેલ. ગામના સરપંચ, ઉપસરપંચ, મુસ્લિમ સમાજના પ્રમુખ, દલિત આગેવાન, રબારી આગેવાન કોળી આગેવાનો સાથે દરેક સમાજના તમામ વેપારીઓ સાથે લારી ગલ્લા વાળા પણ ઉપસ્થિત રહી શહીદોને હૃદય પૂર્વક શ્રદ્ઘાંજલિ અર્પિત કરી સરકાર શ્રી ને આહવાન કરેલ કે પાકિસ્તાન ને જડબાતોડ જવાબ આપી આંતકવાદ ને જડમુળથી ઉખેડી ફેંકો અમોને બધું મંજુર છે પણ વીર જવાનોનું બલિદાન મંજુર નથી. રવિવારે સમસ્ત ગામ બંધ રાખવામાં આવેલ, શહીદોના આત્માને શાંતિ અર્થે રામધૂન બોલવામાં આવેલ સાથેજ રાત્રે સ્કેન્ડલ માર્ચ કાઢવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામા ભાઈઓ બહેનો જોડાઈ આંતકવાદ સામે સજ્જડ વિરોધ પ્રદર્શિત કરેલ. (તસ્વીર - અહેવાલ : અતુલ ચગ, પાનેલી મોટી)(૨૧.૧૫)

(11:41 am IST)