સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th February 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં એક જ સૂર : આતંકવાદીઓનો સફાયો કરો

શહિદ વિર જવાનોને ગામે-ગામ શ્રધ્ધાંજલી અર્પણ : આતંકવાદ સામે ભારે આક્રોશ

રાજકોટ તા.૧૯ : જમ્મુ - કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરાતા ભારતીય જવાનો શહિદ થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે શોક છવાયો હતો અને વિર શહિદોને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત આતંકવાદીઓનો સફાયો કરવાની બુલંદ માંગ સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લોકો બોલી રહ્યા છે અને સબક શીખડાવવા માંગણી કરવામાં આવી રહી છે.

ઉપલેટા

ઉપલેટા : સમગ્ર ભારત સહિત વિશ્વની માનવતાને હચમચાવી નાખનારો જમ્મુ કાશ્મીરના પુલવા વિસ્તારમાં ત્રાસવાદીઓ દ્વારા કાયરતાપુર્વકના હુમલામાં ૪૪ જેટલા દેશના જવામર્દ જવાનો શહિદ થયા હાલમાં આખો દેશ શોકમાં ગરકાવ થઇ ગયો છે ઠેર ઠેર રોષ અને આક્રોશ જોવા મળે છે આવા શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અને તેમના આત્માને શાંતિ આપવા માટે સૌરાષ્ટ્રના ખ્યાતનામ શૈક્ષણિક સંકુલ ડુમિયાણીના વ્રજભુમી આશ્રમ ખાતે એક વિશાળ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઇ બહેનો પ્રિન્સીપાલો પ્રોફેસરો શિક્ષકો અને સ્ટાફ હાજર રહેલ હતા.

બે મિનિટ મૌન પાડી શહિદોને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ હતી. આ તકે વિશાળ હાજરીને સંબોધતા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને પુર્વ શિક્ષણમંત્રી બળવંતભાઇ મણવરે બોલતા જણાવેલ કે શેૈન્યમાં ફરજ બજાવતા જવાનોનો જોમ અને જુસ્સો જળવાઇ રહે તે માટે સમગ્ર દેશ આખો તેમની સાથે છે ત્રાસવાદીઓનું કાયરતાપુર્વકનું હિન કૃત્ય કદી માફ કરી શકાય તેમ નથી. તેમજ હાજર રહેલા યુવાનોને આહવાન કરતા જણાવેલ કે, માં ભોમની રક્ષા માટે દેશ સેવા માટે શૈન્યમાં જોડાવા જણાવેલ હતુ. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી સવિતાબેન મણવર સહિત શહેર અને તાલુકાના રાજકીય સામાજીક આગેવાનો યુવાનો વગેરે મોટી સંખ્યામાં હાજર રહી શહિદોને શ્રધ્ધાંજલી આપેલ હતી.(૪૫.૩)

 

 

(11:37 am IST)