સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th January 2022

સીસીટીવી કેમેરા દ્વારા ખોવાયેલ ટેબ્લેટ જુનાગઢ પોલીસે શોધી કાઢેલ

જુનાગઢ, તા. ૧૯ : અહીંના રૂત્વીક ગીરીશભાઇ નંદાણીયા ICICI બેન્કમાં નોકરી કરતા હોય, જેતપુર થી જૂનાગઢ આવવા માટે ખાનગી બસમાં બેઠેલ. બસમાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનુ બેગ તે બસમાં ભુલાઇ ગયેલ, જે બેગમાં સેમસંગ કંપનીનુ ટેબ્લેટ જેની કી. રૂ. ૧૭,૦૦૦/- હોય તથા બેંકના એકાઉન્ટ ખોલવા માટેના ફોર્મ હોય. ઉકત ટેબ્લેટ પોતાએ પરસેવાની કમાણીથી પાઇ પાઇ ભેગી કરી ખરીદેલ હોય, જે ટેબ્લેટ ભવિષ્યમાં મળવુ મુશ્કેલ હોય, રૂત્વીક અને તેમના મીત્રો વ્યથિત થઈ ગયેલ હતા. રૂત્વીક દ્રારા આ બાબતની જાણ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ. મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.ં

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. વિક્રમભાઈ જીલાડીયા, એન્જીનીયર શ્રી પાર્થ ભલાણી, નિતલબેન મહેતા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, રૂત્વીક જે બસમાં બેઠેલ તે બસની વિગત આધારે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાના ફૂટેજ દ્વારા બસના નંબર GJ 03 W 9728 શોધી કાઢેલ.

તે બસના નંબર આધારે બસ ચાલકને શોધી કાઢવામાં આવેલ હતો,  અને બસ ચાલકને પૂછ પરછ કરતા તેમની બસમાં કોઇ પેસેન્જર પોતાનુ બેગ ભૂલી ગયાનુ જણાવેલ. ર્ંનેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ તથા સ્ટાફ દ્રારા રૂત્વીક નંદાણીયાનુ બેગ કે જેમાં રૂ. ૧૭,૦૦૦/- ની કીમતનુ સેમસંગ કંપનીનુ ટેબ્લેટ હતુ તે બેગ સહી સલામત પરત કરેલ હતુ. જૂનાગઢ પોલીસ દ્વારા રૂ. ૧૭,૦૦૦/-ની કિંમતનુ  ટેબ્લેટ સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને રૂત્વીક નંદાણીયાએ આભાર વ્યકત કર્યો હતો.

(1:04 pm IST)