સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th January 2022

મોરબી જીલ્લામાં એક જ દિવસમાં ૩૧૮ કેસ પોઝીટીવ.

મોરબી GST કચેરીના બે અધિકારી એક કર્મચારી કોરોના સંક્રમિત : વધુ ચાર ડોક્ટરો સહિત કુલ નવ ડોક્ટરો સંક્રમિત.

મોરબી જીલ્લામાં કોરોનાનો મોટો વિસ્ફોટ થયો છે જેમાં આજે એક સાથે કોરોનાએ ત્રેવડી સદી ફટકારી છે જેમાં એજ દિવસમાં ૩૧૮ કેસ પોઝીટીવ નોંધાયા છે જેને પગલે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૮૮૪  થયો છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૫૨ કેસો જેમાં ૧૧૯ ગ્રામ્ય પંથક અને ૧૩૩ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૨૬ કેસો જેમાં ૧૨ ગ્રામ્ય અને ૨ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૮ કેસો જેમાં ૮ ગ્રામ્ય, ટંકારાના ગ્રામ્ય પંથકમાં ૨૬ કેસો અને માળિયાના ગ્રામ્ય પંથકમાં ૬ મળીને નવા ૩૧૮ કેસો નોંધાયા છે

મોરબીવાસીઓ સાવચેતી અવશ્ય રાખવા જેવી છે કારણકે દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે અધિકારીઓ સહિતના કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે તો તમામ નાગરિકો સાવચેતી રાખે અને કોરોનાના નિયમોનું પાલન તેવી અપીલ કરવામાં આવેછે.

મોરબીની જીએસટી કચેરીમાં કોરોનાનો હાહાકાર : અધિકારી સહીત ત્રણ કોરોના સંક્રમિત થયા.
મોરબી જીલ્લામાં કોરોના કેસોનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે અને કોરોનાનો પગપેસારો સરકારી કચેરીઓ સુધી જોવા મળી રહ્યો છે જેમાં અગાઉ ડોકટરો કોરોના સંક્રમિત થયા બાદ હવે જીએસટી કચેરીમાં કોરોના હાહાકાર જોવા મળી રહ્યો છે
મોરબીના લાલબાગ તાલુકા સેવા સદનમાં આવેલ જીએસટી કચેરીમાં પણ કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે જીએસટી કચેરીના આધારભૂત સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ જીએસટી ઓફીસના ૦૨ અધિકારી અને ૦૧ કર્મચારી સહીત ૦૩ વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે જેથી ઓફીસ સેનેટાઈઝ કરવામાં આવી હતી તો અધિકારીઓ કોરોના સંક્રમિત થતા કચેરીનું કામકાજ પણ પ્રભાવિત થશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
મોરબી જીલ્લાના વધુ ચાર ડોક્ટર કોરોનાનીગ્રસ્ત, અત્યાર સુધીમાં ૦૯ ડોકટરો કોરોના સંક્રમિત.
મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના કેસોનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે જેમાં જીલ્લામાં અગાઉ પાંચ ડોકટરો કોરોના સંક્રમિત થયા બાદ વધુ ચાર ડોકટરો કોરોનાની ઝપટે ચડ્યા છે અને જીલ્લામાં કુલ ૦૯ ડોકટરો કોરોના સંક્રમિત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે
મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના ચાર ડોકટરો કોરોના સંક્રમિત થયાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે અને વધુ ચાર ડોકટરો કોરોના સંક્રમિત થતા હાલ હોમ કોરોનટાઈન હોવાનું જાણવા મળ્યું છે મોરબી જીલ્લામાં અગાઉ વાંકાનેર સિવિલના ૦૩ ડોક્ટર અને હળવદના ૦૨ ડોક્ટર એમ પાંચ ડોકટરોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા તો વધુ ચાર ડોક્ટર સાથે જીલ્લામાં કુલ ૦૯ ડોકટરો કોરોના સંક્રમિત થયા છે.

(11:56 am IST)