સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th January 2022

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પરના બંધ મકાનમાં આગ લાગી.

ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

મોરબી શહેરમાં આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે શહેરમાં અનેક સ્થળે એક બાદ એક આગના બનાવો બનતા રહે છે જેમાં આજે ગેસ્ટ હાઉસ રોડ પરના બંધ મકાનમાં આગ લાગી હતી
ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ એક બંધ મકાનમાં આજે સવારના સુમારે કોઈ કારણોસર આગ લાગી હતી જે બનાવની જાણ થતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ લાગી તે મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ ઘરે ના હોવાથી જાનહાની થવા પામી નથી.

(11:49 am IST)