સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th January 2022

કાલાવડનાં મુળીલામાં બહેનને ભત્રીજો ભગાડી જતા ૪ શખ્સોએ કાકાને લમધારી નાંખ્યાઃ ખૂનની ધમકી

રિસામણે બેઠેલા પત્નિ ગુમ થતા બનેવીએ સાળાને માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯: રાજકોટના એકલવ્યનગરમાં રહેતા અને કડીયાકામ કરતા નરેશ ઉર્ફે બાવલો મંગાભાઈ પરમાર ઉ.વ. ૩પ એ કાલાવડ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૭ ના રોજ કાલાવડ તાલુકાના મુળીલા ગામે ફરીયાદીનો કુટુંબીક ભત્રીજો પ્રકાશ આરોપી હરપાલભાઈની બહેન મમતાને ભગાડી ગયેલ હોય જે વાતનું મનદુઃખ રાખી આ કામેના આરોપીઓ હરપાલભઈા ભકાભાઈ મકવાણા, રાજેશ નાથાભાઈ મકવાણા, જેન્તી નાથાભાઈ મકવાણા, ગોતમ મુળજીભાઈ ચંદ્રપાલએ એક સંપ કરી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો કાઢી આરોપી હરપાલે ફરીયાદીને માથાના ભાગે લોખંડનાપાઈપનો એક ઘા મારી લોહીલુહાણ કરી અન્ય આરોપીઓએ ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.કાલાવડમાં કુંભનાથપરા પાસે રહેતા ધનાભાઈ વીશાભાઈ ભરવાડ ઉ.વ. પપએ કાલાવડ પોલીસ મથકે ફરીયાદી નોંધાવી છે કે, આ કામેના આરોપી જીવણભાઈ ભલાભાઈ મેવાડા રહે. નવાગામ કાલાવડવાળા ફરીયાદીની દિકરી સોનલ જે આરોપી જીવણભાઈની પત્નિ થતી હોય અને હાલ રીસામણે ફરીયાદીના ઘરે રહેતી હોય સોનલબેન છેલ્લા બે દિવસથી ફરયાદીના ઘરેથી કોઈને પણ કયા વગર કયાંક ચાલી ગયેલ હોય જેથી આરોપીને એમ હોય કે તેમની પત્નિ સોનલને ફરીયાદીએ કયાંક બીજે મોકલી દીધેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને ગાળો કાઢી પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

પ્રણામી પાર્કમાં ઝડપાયો

સીટી એ ડિવિઝનના એમ.વી.જાડેજાએ તા. ૧૮ ના રોજ હર્ષદમીલની ચાલી પ્રણામી પાર્કમાં રહેતા રાજેશ મુળજીભાઈ મંગેના રહેણાંક મકાને બાતમીના આધારે રેઈડ પાડતા તેમના કબ્જામાંથી ઇગ્લીશ દારૂની ૩ બોટલો કિંમત રૂ. ૧પ૦૦ નો મુદામાલ કબજે કર્યો છે જયારે આરોપીને પકડવાનો બાકી છે.

લાલપુરમાં ૩ શખ્સો જુગટુ રમતા ઝડપાયા

 લાલપુર પોલીસ મથકના વી.પી.સોઢાએ તા. ૧૮ ના રોજ જાહેરમાં જુગાર રમી રહેલા નશીર જાફરભાઈ ફકીર, રાજુ ગુલમામદ સંધી, શબીર ઈસ્માઈલભાઈ ખફીને રોકડ રૂ. ૧૩પર૦ સાથે ઝડપી પાડયા હતા.

(11:27 am IST)