સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th January 2022

હાજીપીર સલામ ભરવા જતાં પરિવારનો છકડો પલ્‍ટી જતાં માસૂમ બાળકનું મોત : ચારને ઇજા

ભુજના કુકમા ગામના મુસ્‍લિમ પરિવારને નડયો અકસ્‍માત

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૮ : ભુજના કુકમા ગામ થી હાજીપીર સલામ ભરવા જઈ રહેલ મુસ્‍લિમ પરિવારનો છકડો મોટા ભીટારા ગામ પાસે પલ્‍ટી જતાં એક બાળકનું મોત નીપજયું હતું જયારે ચાર જણા ઇજાગ્રસ્‍ત થયા હતા.
કુકમાના હાજી સાલેમામદ કક્કલ પોતાના પરિવારના સભ્‍યો સાથે હાજીપીર જઈ રહ્યા હતા ત્‍યારે મોટા ભીટારા ગામ પાસે છકડો પલ્‍ટી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળક આદિલ રજાક જુણેજાનું ઈજાઓના કારણે મોત નિપજયું હતું. જયારે અન્‍ય ચાર પરિવારજનો ઇજાગ્રસ્‍ત થતાં તેમને ભુજની સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


 

(11:08 am IST)